Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Malaika Arora seen with 'Mystery Man'; Photo goes viral on social media

'મિસ્ટ્રી મેન' સાથે જોવા મળી Malaika Arora; સોશિયલ મીડિયામાં ફોટો થયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 21 Feb 2026
લાઇવ ટીવીGoogle News
'મિસ્ટ્રી મેન' સાથે જોવા મળી Malaika Arora; સોશિયલ મીડિયામાં ફોટો થયો વાયરલ
સોર્સ : GSTV

Malaika Arora Boyfriend Rumors Reddit Viral : મલાઈકા અરોરા પર્સનલ લાઈફને લઈને ફરી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા યુઝર્સને લાગી રહ્યું છે કે અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયા બાદ મલાઈકા હવે આગળ વધી ગઈ છે. તેવામાં મિસ્ટ્રી મેન સાથે મલાઈકાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ અંગે નેટિઝન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, મલાઇકા અરોરાએ નવા બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે મનાવ્યો કે શું?

App Store

મલાઇકા અરોરાએ નવા બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે મનાવ્યો? 

એક વ્યક્તિએ મલાઈકાનો મિસ્ટ્રી મેન સાથેનો એક ફોટો શેર કરીને લખ્યું હતું કે, 'ટ્રેવી ફાઉન્ટેન પર મલાઈકાનું વેલેન્ટાઈન? 14 ફેબ્રુઆરીએ ટ્રેવી ફાઉન્ટેન પર મલાઈક અરોરા તેના બોયફ્રેન્ડ સાથે સ્પોટ થઈ...' 

આ ફોટોમાં પ્રખ્યાત ટ્રેવી ફાઉન્ટેન સામે મલાઈકા સાથે મિસ્ટ્રી મેન સેલ્ફી લેતો દેખાય છે. આ તસવીર મામલે કેટલાક યુઝર્સનું કહેવું છે કે, આ કોઈ એક પીઆર સ્ટન્ટ હોય શકે છે. 

ગયા વર્ષે પણ એક વીડિયો વાયરલ થયો હતો

ગત વર્ષે મુંબઈમાં એક કોન્સર્ટમાં સામેલ થયા બાદ મલાઈકાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં તે એક વ્યક્તિ સાથે વાત કરતી જોવા મળી હતી. આ વીડિયો ક્લિપ બાદ મલાઈકાની રિલેશનશિપને લઈને અનેક અફવા ફેલાઈ હતી. જેમાં કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે, મલાઈક સાથે દેખાયેલી વ્યક્તિ 33 વર્ષીય ડાયમંડ મર્ચન્ટ હર્ષ મહેતા છે. જો કે, આ દાવાની કોઈ પુષ્ટિ થઈ ન હતી.

આ વર્ષની શરૂઆતમાં એક ચેટ શોમાં મલાઈકાએ મિસ્ટ્રી મેન પર પોતાનું મૌન તોડતા કહ્યું હતું કે, ‘જો તમે કોઈની સાથે જોવા મળો છે, તો તે ચર્ચાનો મોટો વિષય બની જાય છે. હું ખરેખર બિનજરૂરી રીતે વાતચીતને હવા આપવા માંગતી નથી. મારો વિશ્વાસ કરો. હું બહાર જઉં છું ત્યારે કોઈ પણ જૂના મિત્ર, પરિણીત દોસ્ત, મેનેજર હોય કે કોઈ પણ, હું તરત તે વ્યક્તિ સાથે જોડાઈ જાવ છું. હસી મજાક પણ કરતી રહું છું.’