Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Last memorable video before leaving the world

VIDEO: દુનિયા છોડતા પહેલાનો છેલ્લો યાદગાર વીડિયો: 4 દિવસ પહેલાં જ ગોવામાં તબલા વગાડી ઝૂમી ઉઠ્યા હતા નાના પાટેકર

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોલિવૂડના મશહૂર એક્ટર નાના પાટેકરનું આજે ગોવામાં નિધન થયું છે. તેઓ 75 વર્ષના હતા. હોસ્પિટલ લાવ્યા બાદ ડોક્ટરોએ નાનાને 45 મિનિટ સુધી CPR આપીને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ ફેર ન આવ્યો અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. ગોવામાં આજે નાનાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ તેમની અંતિમ વિધિની પ્રક્રિયા શરૂ થશે.

App Store

4 દિવસ પહેલા ઈવેન્ટમાં દેખાયા હતા, આજે અચાનક દુનિયા છોડી ગયા

નાના પાટેકરના આ રીતે અચાનક દુનિયા છોડીને જતા રહેવાથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. માત્ર 4 દિવસ પહેલા જ ગોવામાં તેઓ એક ઈવેન્ટમાં જોવા મળ્યા હતાં. આ ઈવેન્ટમાં તેઓ સફેદ કુર્તા અને સફેદ ગમછામાં નજરે પડ્યા હતા. દિગ્ગજ અભિનેતા 4 ઓક્ટોબરે ગોવામાં આયોજિત 'સમ્રાટ ક્લબ ઈન્ટરનેશનલ'ના એક ઈન્સ્ટોલેશન સમારોહમાં સામેલ થયા હતા.

નાનાએ મનોહર પર્રિકરની પ્રશંસા કરી હતી

ગોવામાં આ કાર્યક્રમ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરની યાદમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં તેમણે મનોહર પર્રિકરના નેતૃત્વ અને તેમના કાર્યોની ભારે પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમનો વીડિયો પણ સામે આવ્યો છે. નાના 'સિદાદે ડી ગોવા, ડોના પાઉલા' ખાતે ગેસ્ટ ઓફ ઓનર તરીકે સંબોધન કરી રહ્યા હતા, જ્યાં માનનીય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. એક અન્ય વીડિયોમાં નાના કલાકારો સાથે તબલા વગાડતા અને તેમને પ્રોત્સાહિત કરતા જોવા મળી રહ્યા છે.

આ પહેલાં વર્ષ 2016માં અભિનેતાએ કહ્યું હતું કે, "મનોહર પર્રિકર મારા ખાસ મિત્ર છે અને મને તેનો ગર્વ છે. રાજકારણમાં ખૂબ ઓછા લોકો એવા હોય છે જે તમારા મિત્ર હોય અને તમે તેમના પર ગર્વ કરી શકો."

નાના પાટેકરનો ગોવા સાથેનો લગાવ

પાટેકરને ગોવા સાથે ખૂબ જ લગાવ હતો. તેઓ મુંબઈ અને પુણે ઉપરાંત ગોવામાં પણ પોતાનો સમય વિતાવતા હતા અને આજે નાનાનું નિધન ગોવાના ડોના પાઉલા સ્થિત તેમના નિવાસસ્થાને કાર્ડિયક અરેસ્ટના કારણે થયું. નાના ગોવાની પરંપરાગત લોકસંસ્કૃતિ સાથે પણ જોડાયેલા રહ્યા. તેમણે હાલમાં જ ગોવાના પરંપરાગત 'દિવલી નૃત્ય'ના કલાકારો સાથે સ્ટેજ શેર કર્યું હતું અને પરંપરાગત વાદ્યયંત્ર 'સામેલ' પણ વગાડ્યું હતું.

'મેં મારો મિત્ર ગુમાવી દીધો'

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે તેમના ખૂબ જ ઊંડા અને અંગત સંબંધો હતા. પ્રમોદ સાવંતે નાનાના અવસાનને વ્યક્તિગત ખોટ ગણાવતા કહ્યું કે તેમણે એક ખૂબ સારા મિત્ર ગુમાવ્યા છે. તેમણે કહ્યું, "નાના પાટેકરનું નિધન ગોવામાં થયું છે, આ સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. હું તેમના પરિવારના દુઃખમાં સહભાગી છું. તેઓ અવારનવાર ગોવા આવતા હતા અને રહેતા હતા. 2 દિવસ પહેલા તેમણે ગોવામાં એક પ્રોગ્રામ એટેન્ડ કર્યો હતો, જેમાં હું પોતે જવાનો હતો પણ જઈ શક્યો નહોતો. એ પ્રોગ્રામમાં નાના કલાકારો સાથે સ્ટેજ પર ડાન્સ પણ કરી રહ્યા હતા, મેં તેમનો વીડિયો જોયો હતો. તેમનું નિધન દેશ અને કલા જગત માટે ખૂબ મોટી ખોટ છે."

ટોપિક્સ:GSTV NewsGujarati News