Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Know who is Hardik Pandya's girlfriend Mahieka Sharma and how she earns crores

VIDEO: જાણો કોણ છે Hardik Pandyaની ગર્લફ્રેન્ડ Mahieka Sharma, આ રીતે કરે છે કરોડોની કમાણી

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ટી20 વર્લ્ડ કપ 2026ની જીત બાદથી ક્રિકેટર હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ ચર્ચામાં છે. હાર્દિકે પોતાની જીતનો શ્રેય ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યો છે. ક્રિકેટરે કહ્યું કે જ્યારથી માહિકા તેની લાઈફમાં આવી છે, ત્યારથી તેની જીતનો સિલસિલો શરૂ થયો છે.

App Store

વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક મેદાન પર માહિકા શર્મા સાથે ખુલ્લેઆમ રોમેન્ટિક થતો જોવા મળ્યો હતો. મેદાન પર ક્યારેક તે માહિકાને ગળે લગાવીને ઝૂમતો દેખાયો, તો ક્યારેક બંને કિસ કરતા જોવા મળ્યા હતા. તેમની કેમેસ્ટ્રીએ આખી લાઈમલાઈટ લૂંટી લીધી હતી.

ચારેબાજુ હાર્દિક-માહિકાના રોમાન્સની ચર્ચાઓ થઈ રહી છે. એવામાં ફેન્સ પણ એ જાણવા માટે બેતાબ છે કે આખરે હાર્દિકની લેડી લવ માહિકા કોણ છે અને શું કરે છે. માહિકા શર્મા ભારતીય ફેશન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. માહિકાએ ઇકોનોમિક્સ અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધા બાદ મોડેલિંગ અને એક્ટિંગમાં પોતાની કારકિર્દી બનાવી છે. માહિકા ભારતના ટોપ ફેશન ડિઝાઇનર્સ સાથે કામ કરી ચૂકી છે. તેણે મનીષ મલ્હોત્રા, અનિતા ડોંગરે અને તરુણ તિલિયાની જેવા ડિઝાઇનર્સ માટે રેમ્પ વોક કર્યું છે.

મોડેલિંગ ઈન્ડસ્ટ્રીમાં માહિકા એક ખાસ ઓળખ ધરાવે છે. તે અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ ફેશન શોમાં પોતાની અદાઓ બતાવી ચૂકી છે. તેને વર્ષ 2024માં 'મોડેલ ઓફ ધ યર' (ન્યૂ એજ એવોર્ડ) થી પણ સન્માનિત કરવામાં આવી છે.