Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Know what was Rajesh Khanna's reaction when Bigg Boss made the offer

જાણો જ્યારે બિગ બોસે રાજેશ ખન્નાને ઓફર કરી ત્યારે શું હતું તેમનું રિએક્શન

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2025
લાઇવ ટીવીGoogle News
જાણો જ્યારે બિગ બોસે રાજેશ ખન્નાને ઓફર કરી ત્યારે શું હતું તેમનું રિએક્શન
સોર્સ : GSTV

વિવાદાસ્પદ રિયાલિટી શો "Bigg Boss 19" જલ્દીથી શરૂ થવા જઇ રહ્યો છે. આ શોને દર વર્ષની જેમ આ વર્ષે પણ અભિનેતા સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે. આ રિયાલિટી શોમાં અત્યાર સુધી ઘણા ટીવી સ્ટાર્સની સાથે બોલિવૂડના સ્ટાર્સ પણ ભાગ લઈ ચૂક્યા છે, જેમાં રાહુલ દેવ, અરમાન કોહલી, શક્તિ કપૂર અને રાહુલ રૉય જેવા ઘણા મોટા નામનો સમાવેશ છે. એવામાં હાલમાં જ સ્વર્ગીય સુપરસ્ટાર રાજેશ ખન્નાની કથિત ગર્લફ્રેન્ડ અનિતા અડવાણીએ ખુલાસો કર્યો કે 'કાકા'ને પણ આ શો ઓફર થયો હતો.  

App Store

અનિતા અડવાણીએ કર્યો ખુલાસો

અમુક દિવસો પહેલા અનીતા અડવાણીએ એક ઇન્ટરવ્યૂમાં તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફથી જોડાયેલી વસ્તુઓ શેર કરી હતી, સાથે તેમણે રાજેશ ખન્નાથી જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી. દરમિયાન એક્ટ્રેસને પૂંછવામાં આવ્યું કે, શું ખરેખર કાકાને "Bigg Boss"ની ઓફર મળી હતી. તેના જવાબમાં અભિનેત્રીએ હા પાડી અને તે વાત અંગે પ્રતિક્રિયા પણ આપી હતી. 

રાજેશ ખન્નાને મળી હતી  "Bigg Boss"ની ઓફર

અનીતા અડવાણીએ કહ્યું કે, 'કાકાને જ્યારે "Bigg Boss"ની ઑફર મળી ત્યારે મેકર્સ તેમને વધારે ફી પણ આપવા તૈયાર હતા. મેં આ વાત પહેલા પણ એક પોડકાસ્ટમાં કરી હતી કે, એક દિવસ તેમને મને કહ્યું કે જો હું Bigg Boss જાઉ તો વધુ સારો વ્યક્તિ બની શકું'. અનીતાએ આગળ જણાવ્યું કે, 'આ સાંભળીને હું તો આશ્ચર્યમાં પડી ગઈ, મે તેમને કહ્યું કે તે શો તમારા લાયક નથી. તમારો ઔરા આ શોથી ઉપર છે. મે તેમને કહ્યું કે ત્યાં ઘણું કામ પણ કરાવશે. વાસણ પણ ધોવા પડશે. ત્યારે તેમણે મને પૂછયું કે મારી પાસેથી પણ કામ કઢાવશે? મને પણ વાસણ ધોવા પડશે?, મે કહ્યું કે 'નહીં તમારી પાસેથી તો નહીં ધોવડાવે'