આ દિવસથી શરૂ થશે Khatron Ke Khiladi 14, રોહિત શેટ્ટીના શોમાં ડરનો સામનો કરશે કન્ટેસ્ટેન્ટસ
બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટી પોતાના લોકપ્રિય ટીવી શો 'ખતરો કે ખિલાડી 14' સાથે વાપસી કરી રહ્યા છે. ર

બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટી પોતાના લોકપ્રિય ટીવી શો 'ખતરો કે ખિલાડી 14' સાથે વાપસી કરી રહ્યા છે. રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવામાં આવતો આ શો સૌથી વધુ જોવાયેલ અને પસંદ કરાયેલા સ્ટંટ આધારિત એડવેન્ચર રિયાલિટી શોમાંથી એક છે. થોડા સમય પહેલા, નિર્માતાઓએ KKK 14ની રિલીઝ ડેટને લઈને એક ખુલાસો કર્યો હતો અને આનાથી દર્શકોની ઉત્સુકતા વધી ગઈ છે. આ વખતે રિયાલિટી શોનું શૂટિંગ રોમાનિયામાં થયું છે અને આ વખતે કન્ટેસ્ટેન્ટસ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા થવાની છે.
ખતરો કે ખિલાડી 14
'ખતરો કે ખિલાડી 14'નું પ્રીમિયર 27 જુલાઈ, 2024ના રોજ કલર્સ અને જિયો સિનેમા પર થવાનું છે. મેકર્સે ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં રોહિત શેટ્ટીને કહેતા સાંભળી શકાય છે કે, 'યુરોપમાં ખેલાડીઓ રજાના મૂડમાં આવી ગયા છે. સ્પા, શોપિંગ, હવે મૂડ બદલાશે, વાતાવરણ બદલાશે, ડ્રીમ હોલી ડે તેમનું સૌથી ખરાબ સ્વપ્ન બની જશે. તેણે આગળ કહ્યું, 'દેશ નવો છે, રમત નવી છે, ખેલાડીઓ નવા છે, તેથી આ વખતે હું રોમાનિયામાં ડરની નવી વાર્તા લખીશ.'
ખતરો કે ખિલાડી 14ના કન્ટેસ્ટેન્ટસ
'ખતરો કે ખિલાડી 14'ના કન્ટેસ્ટેન્ટસ વિશે વાત કરીએ તો, શિલ્પા શિંદે, ગશ્મીર મહાજાની, નિયતિ ફતનાની, અસીમ રિયાઝ, કરણવીર મહેરા, નિમૃત અહલુવાલિયા, અભિષેક કુમાર, શાલીન ભનોટ, સુમોના ચક્રવર્તી અને ક્રિષ્ના શ્રોફ આ સિઝનમાં જોવા મળશે. વીડિયો શેર કરતાં કલર્સ ટીવીએ કેપ્શનમાં લખ્યું, 'રોમાનિયાના સુંદર રસ્તાઓ પર ખતરાનો કહેર જોવા મળશે, કારણ કે આ વખતે તમને ડરની નવી કહાની જોવા મળશે, માત્ર રોમાનિયામાં.'
ખતરોં કે ખિલાડી 14 વિશે
એડવેન્ચર શો 'ખતરો કે ખિલાડી 14'ને તેના ત્રણ ફાઇનલિસ્ટ ગશ્મીર, કૃષ્ણા અને કરણવીર મળ્યા છે. ફેન્સ શો સાથે સંબંધિત દરેક નાની વિગતો જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને એપિસોડ લાઈવ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા શોના કન્ટેસ્ટેન્ટસ રોમાનિયાથી પરત ફરતી વખતે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.






