‘મારા દીકરા માટે કોઈ એક્ટ્રેસ નહીં...’, કાર્તિક આર્યનની મમ્મીએ જણાવ્યું કેવી જોઈએ ભાવિ વહુ
કાર્તિક આર્યન તેની ફિલ્મોની સાથે-સાથે તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. 'પ્યાર કા પંચના

કાર્તિક આર્યન તેની ફિલ્મોની સાથે-સાથે તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. 'પ્યાર કા પંચનામા' ફિલ્મથી જાણીતા બનેલા અભિનેતાનું નામ અત્યાર સુધી સારા અલી ખાનથી લઈને અનન્યા પાંડે સહિત અનેક અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે.
ફિલ્મ પ્રમોશન દરમિયાન કાર્તિકે કહ્યું કે, તે સિંગલ છે
જોકે, કાર્તિકે પોતે ક્યારેય પોતાના સંબંધોની પુષ્ટિ કરી નથી જ્યારે કાર્તિક આર્યન તેની તાજેતરની ફિલ્મના પ્રમોશન દરમિયાન પોતે સિંગલ છે તેવું જણાવ્યું હતું. ત્યારે હવે કાર્તિક બાદ તેની મમ્મીએ જણાવ્યું કે, તેઓ તેના લાડલા દીકરા માટે કેવા પ્રકારની દુલ્હન શોધી રહી છે.
કાર્તિકની મમ્મીએ જણાવ્યું કે, કેવી વહુ જોઈએ
કાર્તિક આર્યનને વારંવાર સવાલ પૂછવામાં આવે છે કે, તે કઈ છોકરી સાથે લગ્ન કરશે. હવે તાજેતરમાં જ આ સવાલનો જવાબ અભિનેતાને બદલે તેના મમ્મીએ આપ્યો છે. કાર્તિક આર્યને તેના મમ્મી સાથે એક શોમાં હાજરી આપી હતી.
કાર્તિક માટે મોડલ કે અભિનેત્રી નથી જોતી
આ શોમાં જ અભિનેતાના મમ્મી ડૉ. માલા તિવારીએ કહ્યું હતું કે, તે કોઈ અભિનેત્રીને નહીં પરંતુ એક ડૉક્ટરને પોતાની વહુ બનાવવા માગે છે. કાર્તિક આર્યનના મમ્મીની વાત સાંભળીને સોશિયલ મીડિયા પર યુઝર્સ ખુશ છે, તેઓ કહી રહ્યા છે કે, માલા આંટી રોક્સ કાર્તિક આર્યન શૉક.






