Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Kangana Ranaut praises 'Dhurandhar', says this big thing about Aditya Dhar and PM Modi

કંગના રનૌતે કર્યા 'ધુરંધર'ના વખાણ, આદિત્ય ધર અને પીએમ મોદી માટે કહી આ મોટી વાત

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
કંગના રનૌતે કર્યા 'ધુરંધર'ના વખાણ, આદિત્ય ધર અને પીએમ મોદી માટે કહી આ મોટી વાત
સોર્સ : GSTV

રણવીર સિંહ અને અક્ષય ખન્નાની ફિલ્મ 'ધુરંધર' આ વર્ષની સૌથી શાનદાર ફિલ્મ બનીને સામે આવી રહી છે. રિલીઝ થયા પછી આ ફિલ્મ અત્યાર સુધી જબરદસ્ત કમાણી કરી રહી છે. સામાન્ય જનતાની સાથે સેલિબ્રિટીઝને પણ આ ફિલ્મ પસંદ આવી રહી છે. હાલમાં જ સ્મૃતિ ઈરાનીએ ફિલ્મ અને એક્ટર્સના પર્ફોર્મન્સના વખાણ કર્યા હતા. હવે આ દરમિયાન કંગના રનૌતે પણ ફિલ્મ જોઈને પોતાનો રિવ્યુ આપ્યો છે. અભિનેત્રીએ આ ફિલ્મમાં પાકિસ્તાની આતંકવાદીઓની ધોલાઈ (કુટાઈ) કરવાની વાત કહી છે. સાથે જ આદિત્ય ધર અને વડાપ્રધાન મોદીને લઈને પણ કેટલીક વાતો કહી છે.

App Store

kangana dhurandhar

કંગનાએ કર્યા ફિલ્મ 'ધુરંધર'ના વખાણ

કંગનાએ ફિલ્મ 'ધુરંધર'ના વખાણ કરતા પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીએ લખ્યું, "મેં 'ધુરંધર' જોઈ અને મારો સમય ખૂબ જ સારો રહ્યો. આ માસ્ટરપીસ ફિલ્મના આર્ટ અને ક્રાફ્ટથી હું પ્રેરિત થઈ છું. ઈમાનદારીથી કહું તો, ફિલ્મ મેકરના ઈરાદાના ખૂબ જ વખાણ કરવા પડશે. વહાલા આદિત્ય ધર જી, સરહદ પર આપણા સુરક્ષા દળો, સરકારમાં આપણા મોદી જી અને બોલિવૂડ સિનેમામાં તમે... પાકિસ્તાની આતંકવાદીઓની બરાબરની 'કંબલ કુટાઈ' (ધોલાઈ) કરી છે, મજા આવી ગઈ. આખી ફિલ્મ દરમિયાન હું સીટીઓ અને તાળીઓ વગાડતી રહી."