Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : film Dhurandhar dominates the box office; breaks the record of Pushpa 2

બોક્સ ઓફિસ પર ફિલ્મ 'ધુરંધર'નો દબદબો; 'પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો, 700 કરોડનું લક્ષ્ય

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2025
લાઇવ ટીવીGoogle News
બોક્સ ઓફિસ પર ફિલ્મ 'ધુરંધર'નો દબદબો; 'પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો, 700 કરોડનું લક્ષ્ય
સોર્સ : GSTV

રણવીર સિંહની "ધુરંધર" ફિલ્મે બોક્સ ઓફિસ પર એવી ધમાલ મચાવી છે જેની કોઈએ કલ્પના પણ  કરી ન હતી. 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા જ અઠવાડિયામાં ધમાલ મચાવી દીધી હતી. અને બીજા અઠવાડિયામાં તો ફિલ્મે જાણે રેકોર્ડ તોડવાની પ્રતિજ્ઞા લીધી છે. ગુરુવારે 14માં દિવસે પણ ફિલ્મનું કલેક્શન આશ્ચર્યજનક હતું. ધુરંધરે ફરી એકવાર એવો રોકોર્ડ બનાવ્યો છે, જેને કોઈ તોડી શકે એવી અપેક્ષા નહોતી. 

App Store

 ધુરંધરે ગુરુવારે બોક્સ ઓફિસ પર ₹23-24 કરોડનું કલેક્શન કર્યુ છે. બુધવારે થયેલા ₹25 કરોડના કલેક્શન સામે થોડું ઘટ્યું છે. નોંધનીય છે કે આ થોડો ઘટાડો પણ 14મા દિવસે થયો હતો.

ફિલ્મ પુષ્પા 2 એ બીજા અઠવાડિયામાં સૌથી વધુ કલેક્શનનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. અલ્લુ અર્જુનની ફિલ્મે બીજા અઠવાડિયામાં ₹199 કરોડનું ચોખ્ખું કલેક્શન કર્યું હતું. ધુરંધરે આ રેકોર્ડને નોંધપાત્ર માર્જિનથી તોડી નાખ્યો છે. ગુરુવારના કલેક્શનને ઉમેર્યા પછી, બીજા અઠવાડિયામાં ધુરંધરનું નેટ કલેક્શન આશરે ₹260 કરોડ સુધી પહોંચી ગયું છે.

ધુરંધરનું પહેલા અઠવાડિયે બોક્સ ઓફિસ પર ₹218 કરોડનું નેટ કલેક્શન હતું. એનો અર્થ એ થયો કે બીજા અઠવાડિયે કલેક્શનમાં આશરે 20%નો વધારો થયો છે. મોટા પ્રોજેક્ટ્સ માટે પહેલા અઠવાડિયાની સરખામણીમાં બીજા અઠવાડિયે 50% ઘટાડો સામાન્ય છે. પુષ્પા 2એ પહેલા અઠવાડિયામાં ₹433 કરોડ અને બીજામાં ₹199 કરોડની કમાણી કરી. જોકે, ધુરંધરે પહેલા અઠવાડિયા કરતાં વધુ કમાણી કરીને ટ્રેન્ડ બદલી નાખ્યો છે.

પુષ્પા 2એ બોક્સ ઓફિસ પર સતત 13 દિવસ સુધી દરરોજ ₹20 કરોડ કે તેનાથી વધુ કમાણી કરી હતી. ધુરંધરે પણ આ રેકોર્ડ તોડી નાખ્યો છે. રણવીર સિંહની ફિલ્મે સતત 14 દિવસ સુધી બોક્સ ઓફિસ પર ₹20 કરોડથી વધુ કમાણી કરી છે. ત્યારે રવિવાર સુધીમાં તેનું દૈનિક કલેક્શન 20 કરોડથી વધુ રહેવાની અપેક્ષા છે. 

ગુરુવારના કલેક્શન સાથે ફિલ્મ ધુરંધરે 14 દિવસમાં કુલ 477 કરોડથી વધુની કમાણી કરી છે. શુક્રવારે તે 500 કરોડનો આંકડો પાર કરે તેવી શક્યતા છે. 600 કરોડ સાથે, આ વર્ષની સૌથી મોટી ફિલ્મ ચાવાનો રેકોર્ડ તોડશે તે નિશ્ચિત છે. પરંતુ ધુરંધરની ગતિ જોતાં, એવું લાગે છે કે તેનું આજીવન કલેક્શન 700 કરોડ અથવા તેનાથી થોડું વધી શકે છે.