જસ્ટિન બીબરે અનંત-રાધિકા સાથે આપ્યા પોઝ, શેર કર્યા સંગીત નાઈટના ફોટા અને વીડિયો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ દિવસોમાં તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. આ કપલ 12 જુલાઈના રોજ લ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ દિવસોમાં તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. આ કપલ 12 જુલાઈના રોજ લગ્ન કરશે. શુક્રવારે રાત્રે રાધિકા અને અનંતની સંગીત નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બિઝનેસ, બોલિવૂડ, ક્રિકેટની ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. પોપ સિંગર જસ્ટિન બીબરે પણ આ સંગીત નાઈટમાં હાજરી આપીને ધૂમ મચાવી હતી. તેના જબરદસ્ત પ્રદર્શનને જોઈને દરેક લોકો રોમાંચિત થઈ ગયા હતા. હવે સિંગરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સંગીત નાઈટના ઘણા ફોટો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તે અનંત-રાધિકા સાથે વાત કરતા જોવા મળે છે.
જસ્ટિને અનંત-રાધિકા સાથે પોઝ આપ્યા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત નાઈટમાં, જસ્ટિન બીબરે 'બેબી', 'બોયફ્રેન્ડ', 'લવ યોર સેલ્ફ' અને અન્ય ફેમસ ગીતો ગાઈને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. જસ્ટિને હવે આ યાદગાર ફંક્શનના ઘણા વીડિયો અને ફોટો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. કેટલાક ફોટોમાં, જસ્ટિન સ્ટેજ પર કેન્ડીડ પોઝ આપતા અને ગાતો જોઈ શકાય છે.
અન્ય એક પોસ્ટમાં જસ્ટિન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે પોઝ આપતા જોવા મળ્યો હતો. આ સાથે શ્લોકા મહેતા અંબાણી અને આકાશ અંબાણી, શ્લોકાની બહેન દિયા મહેતા, ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલ અને અન્ય લોકો પણ જસ્ટિન સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, જસ્ટિને એક એવો ફોટો પણ પોસ્ટ કર્યો છે જેમાં તે અનંત અંબાણી સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે.
જસ્ટિન ઓરી સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો
જસ્ટિન બીબરે તેના ભારત પ્રવાસની બેક ટુ બેક ઘણી પોસ્ટ શેર કરી છે. તેણે પોતાના રિહર્સલની એક પોસ્ટ પણ શેર કરી છે, જેમાં પરફોર્મ કરતા પહેલા સાઉન્ડચેક કરતો જોવા મળે છે. તે જ સમયે, તેણે કારમાં ડ્રાઇવર સાથે પોઝ પણ આપ્યો હતો.
એક વીડિયોમાં જસ્ટિન સોશિયલ મીડિયા સેન્સેશન ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામાણી સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં ઓરી અને જસ્ટિનની એનર્જી જોવા જેવી છે. આ દરમિયાન અભિનેતા જાવેદ જાફરીની પુત્રી અલવિયા જાફરી પણ તેની સાથે જોડાઈ હતી. સિંગરે ઘણા ફોટો શેર કર્યા છે, જેમાં અભિનેત્રી શહેનાઝ ગિલ, મૌની રોય, દિશા પટણી સહિત ઘણા કલાકારોની ઝલક દેખાઈ રહી છે. આ શાનદાર પ્રદર્શન બાદ જસ્ટિન તરત જ અમેરિકા પરત ફર્યો હતો.








