દર મહિને પીરિયડ્સ શરૂ થવા પર બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લે છે જાહ્નવી, પછી...
જાહ્નવી કપૂર તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના પર્સનલ લાઇફને લઈને વધુ ચર્ચામાં રહે છે. જાહ્નવી

જાહ્નવી કપૂર તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના પર્સનલ લાઇફને લઈને વધુ ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂર શિખર પહાડિયાને ડેટ કરી રહી છે. બંને ન તો પોતાના સંબંધોને ઓફિશિયલ કરી રહ્યા છે અને ન તો તે કોઈથી છુપાવતા જોવા મળી રહ્યા છે. જાહ્નવી દરેક ઈવેન્ટમાં શિખર સાથે જોવા મળે છે. જાહ્નવીએ એક ઈન્ટરવ્યુમાં બ્રેકઅપ વિશે વાત કરી હતી. તેણે એ પણ જણાવ્યું કે, કેવી રીતે પીરિયડ્સ આવવા પર દર મહિને તે તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લેતી હતી.
જાહ્નવીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જે પહેલી વ્યક્તિઅ તેનું દિલ તોડ્યું હતું તેણે જ પાછા આવીને તેને જોડ્યું. 'મેં મારા જીવનમાં માત્ર એક જ વાર હાર્ટબ્રેકનો અનુભવ કર્યો છે પરંતુ પછીથી તે વ્યક્તિ પાછી આવી ગઈ તો બધું ઠીક થઈ ગયું હતું.'
પીરિયડ્સમાં કરી લે છે બ્રેકઅપ
જાહ્નવીએ કહ્યું- 'જ્યારે તેનો પીરિયડ્સ શરૂ થયો ત્યારે તે દર મહિને બ્રેકઅપ કરી લેતી હતી.' જાહ્નવીએ આગળ કહ્યું- મારા પીરિયડ્સના કેટલાક વર્ષો દરમિયાન, હું દર મહિને તે વ્યક્તિ સાથે બ્રેકઅપ કરતી હતી. શરૂઆતના બે-ત્રણ મહિના તો તે આઘાતમાં હતો, પરંતુ તે પછી તે 'હા, તે ઠીક છે' કહી જવા દેતો હતો.
રડતા રડતા પાછા જતા હતા
જાહ્નવીએ આગળ કહ્યું- અને બે દિવસ પછી હું રડતા-રડતા તેની પાસે જતી અને સોરી કહેતી. મને ખબર નહોતી પડતી કે મારું મગજ આવું કેમ થઈ ગયું છે. આ ખૂબ જ એક્સટ્રીમ હતું.
ઉલ્લેખનીય છે કે, જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા પહેલા ડેટિંગ કરી રહ્યા હતા અને પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. પરંતુ હવે તેમનું ફરીથી પેચઅપ થઈ ગયું છે. બંને દરેક ફંક્શનમાં સાથે જોવા મળે છે. બંનેની આઉટિંગની તસવીરો પણ દરરોજ વાયરલ થતી રહે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન વખતે પણ જાહ્નવી તેના રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે દરેક ફંક્શનમાં જતી હતી.






