મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

શું પ્રકાશ રાજ બીજેપીમાં જોડાવાના છે? વાયરલ ટ્વિટ પર એક્ટરે આપ્યો જવાબ

સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ પર રાજ કરનાર એક્ટર પ્રકાશ રાજ તેના ટ્વિટ્સ અને સરકાર વિરોધી વિચ

શું પ્રકાશ રાજ બીજેપીમાં જોડાવાના છે? વાયરલ ટ્વિટ પર એક્ટરે આપ્યો જવાબ

સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ પર રાજ કરનાર એક્ટર પ્રકાશ રાજ તેના ટ્વિટ્સ અને સરકાર વિરોધી વિચારો વ્યક્ત કરવાને લઈને કાયમ ચર્ચામાં રહે છે. લોકસભા ચૂંટણી પહેલા તેની સાથે જોડાયેલ એક એવી ટ્વિટ વાયરલ થઈ છે જે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ ટ્વિટમાં લખ્યું હતું કે પ્રકાશ રાજ આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે. તેમાં જોઈન કરવાનો સમય પણ જણાવવામાં આવ્યો હતો. આ ટ્વિટનો પ્રકાશ રાજે પોતાના અંદાજમાં જવાબ આપ્યો છે.

પ્રકાશ રાજે આપ્યો જવાબ

વાયરલ ટ્વિટમાં લખ્યું હતું કે, જાણીતા એક્ટર પ્રકાશ રાજ આજે બપોરે 3 વાગ્યે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે. આ ટ્વિટ પર 2 હજાર કરતા વધુ લોકોએ કોમેન્ટ કરી છે. કેટલાક લોકોએ તો લખ્યું કે આવું ન થઈ શકે. 3 વાગવાને થોડી વાર હતી ત્યારે પ્રકાશ રાજે તેનો જવાબ આપ્યો. તેણે રિટ્વિટ કરીને લખ્યું, ‘મને લાગે છે કે તેમણે સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો (લાફિંગ ઇમોજી) પરંતુ તેમને અહેસાસ થયો હશે કે તેઓ એટલા અમીર (વૈચારિક રીતે) નથી કે મને ખરીદી શકે. તમારું શું વિચારવું છે મિત્રો?’

લોકો કરી રહ્યા છે ફની કોમેન્ટ

સોશિયલ મીડિયા યુઝર્સ આ ટ્વિટ પર જુદા-જુદા કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, કોઈ પાર્ટીમાં જવાની જરૂર નથી તે પાર્ટીમાં રહ્યા વિના પણ અવાજ ઉઠાવતા રહે છે. તો અન્ય એક યુઝરે લખ્યું, આ ટ્વિટ જોયા પછી પ્રકાશ રાજ હિન્દી બોલવા લાગશે.

મોદી સરકારથી કેમ નારાજ છે પ્રકાશ રાજ?

પ્રકાશ રાજ કાયમ મોદી સરકારની ટીકા કરતા રહે છે. તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે તે આવું શા માટે કરે છે. પ્રકાશે કહ્યું હતું કે, મને ડર્ટી પોલિટિક્સ પસંદ નથી. તેમણે એવું પણ કહ્યું હતું કે તેમને રામભક્તો સામે નહીં પણ અંધભક્તો સામે વાંધો છે. વીડિયોમાં પ્રકાશ કહે છે કે મોદીનું રાજકારણ ‘ભાગલા પાડો અને રાજ કરો’વાળું છે.

આ સમાચાર શેર કરો