મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

IIFA 2024માં શાહરુખ અને વિકીએ ડાન્સથી જમાવ્યો રંગ, વીડિયો થયો વાયરલ

તાજેતરમાં જ અબુ ધાબીમાં બોલિવૂડથી લઈને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર

IIFA 2024માં શાહરુખ અને વિકીએ ડાન્સથી જમાવ્યો રંગ, વીડિયો થયો વાયરલ

તાજેતરમાં જ અબુ ધાબીમાં બોલિવૂડથી લઈને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સનો મેળાવડો થયો હતો. બધા સ્ટાર્સ ત્યાં આયોજિત IIFA એવોર્ડ્સ 2024નો ભાગ બન્યા. જેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઈવેન્ટ શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી, જેને બોલિવૂડના કિંગ કહેવામાં આવે છે અને તેણે ફરી એકવાર સાબિત કર્યું કે, તે લાઇમલાઇટમાં કેવી રીતે રહેવું તે જાણે છે. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ વીડિયોમાં તે સ્ટેજ પર મસ્તી કરતો અને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. શાહરુખે વિકી કૌશલ સાથે અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પા'નું ફેમસ ગીત 'ઓઓ અંતવા' અને તેની સુપરહિટ ફિલ્મ 'પઠાણ'નું ગીત 'ઝૂમે જો પઠાણ' પર ડાન્સ કર્યો હતો. તે દરેક માટે એક યાદગાર અને મનોરંજનથી ભરપૂર સાંજ હતી, જેનો ત્યાં હાજર દરેક વ્યક્તિએ આનંદ માણ્યો હતો. IIFAએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

શાહરૂખ-વિકીએ IIFA 2024માં શેર કર્યો સ્ટેજ

વાયરલ વીડિયોમાં શાહરૂખ ખાન 'ઓઓ અંતવા' ગીતમાં સામંથા રૂથ પ્રભુના મજેદાર ડાન્સ સ્ટેપ્સને રિક્રિએટ કરતો જોવા મળે છે. તો વિકી કૌશલ અલ્લુ અર્જુનના ડાન્સ સ્ટેપ્સને રિક્રિએટ કરતો જોવા મળે છે. બંનેની આ અદ્ભુત જોડીએ ત્યાં હાજર લોકો તેમજ તેમના તમામ ફેન્સનું દિલ જીતી લીધું. તેઓએ સાથે મળીને તે હિટ ગીતના હૂકસ્ટેપને ફરીથી બનાવ્યું, જેણે દર્શકોને મજા કરાવી દીધી. વીડિયોમાં શાહરૂખ ડાન્સ દરમિયાન વિકીના હાથ અને પગ ખેંચતો જોવા મળે છે.

શાહરૂખ ખાન, વિકી કૌશલ અને કરણ જોહરે પણ કર્યો ડાન્સ

આટલું જ નહીં, બીજા વીડિયોમાં શાહરૂખ ખાન ગયા વર્ષે રિલીઝ થયેલી તેની સુપરહિટ ફિલ્મ 'પઠાણ'ના ગીત 'ઝૂમે જો પઠાણ' માટે વિકી કૌશલ અને કરણ જોહરને ખાસ ડાન્સ સ્ટેપ શીખવતો જોવા મળ્યો હતો. આ ત્રણેયની જુગલબંધીને સ્ટેજ પર ખૂબ વખાણી હતી. પ્રશંસકો પણ પોતપોતાની પ્રતિક્રિયા આપીને વીડિયોની પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ તમામ વીડિયો પર લાઈક્સ અને કોમેન્ટ્સ ઝડપથી વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, 27મી સપ્ટેમ્બરે આયોજિત IIFA એવોર્ડ્સ 2024 ઈવેન્ટ 29મી સપ્ટેમ્બરે સમાપ્ત થશે.

આ સમાચાર શેર કરો