Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Hollywood actress Selena Gomez to get married in september

દુલ્હન બનશે હોલિવૂડની જાણીતી સિંગર-એક્ટ્રેસ સેલેના ગોમેઝ, સપ્ટેમ્બરમાં મંગેતર બેની બ્લેંકો સાથે કરશે લગ્ન

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2025
લાઇવ ટીવીGoogle News
દુલ્હન બનશે હોલિવૂડની જાણીતી સિંગર-એક્ટ્રેસ સેલેના ગોમેઝ, સપ્ટેમ્બરમાં મંગેતર બેની બ્લેંકો સાથે કરશે લગ્ન
સોર્સ : Google

હોલિવૂડના જાણીતા કપલ સેલેના ગોમેઝ અને બેની બ્લેંકો ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્ન કેલિફોર્નિયાના મોન્ટેસિટોમાં થશે. આ માટે કપલે સંપૂર્ણ આયોજન કરી લીધું છે. તેમના લગ્ન બે દિવસ સુધી ચાલશે, જેમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ ભાગ લેશે. 

App Store

સેલેના ગોમેઝ સપ્ટેમ્બરમાં કરશે લગ્ન

હોલિવૂડની પ્રખ્યાત સિંગર અને એક્ટ્રેસ સેલેના ગોમેઝ અને મ્યુઝિક પ્રોડયુસર બેની બ્લેંકોએ આખરે તેમના લગ્નની તારીખ નક્કી કરી લીધી છે. એક રિપોર્ટ પ્રમાણે આ કપલ સપ્ટેમ્બર 2025માં કેલિફોર્નિયાના મોન્ટેસિટોમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે લગ્નના બધા કાર્યક્રમો બે દિવસમાં પૂર્ણ થશે અને તેમાં ઇન્ડસ્ટ્રીના ઘણા પ્રખ્યાત ચહેરાઓ હાજરી આપશે. 

અભિનેત્રીએ ગયા વર્ષે કરી હતી સગાઈ

છેલ્લા કેટલાક મહિનાઓથી આ કપલ તેમના લગ્નને લઈને સમાચારોમાં છે. બંનેએ ગયા વર્ષે સગાઈ કરી હતી. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને મહેમાનોને ઈમેઈલ દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યા છે. સેલેનાની ખાસ ફ્રેન્ડ ટેલર સ્વિફ્ટ પણ તેના પાર્ટનર ટ્રેવિસ કેલ્સી સાથે આ લગ્નમાં હાજરી આપશે.