Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Famous characters of Ravi Kishan in bollywood

Birthday Special / 750થી વધુ ફિલ્મો, OTT પર પણ કર્યું રાજ; રવિ કિશનના આ 5 પાત્રો રહ્યા છે સૌથી ખાસ

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Birthday Special / 750થી વધુ ફિલ્મો, OTT પર પણ કર્યું રાજ; રવિ કિશનના આ 5 પાત્રો રહ્યા છે સૌથી ખાસ
સોર્સ : Instagram

'ઝિંદગી ઝંડ બા... ફિર ભી ઘમંડ બા' ડાયલોગથી પ્રખ્યાત થયેલા લોકપ્રિય અભિનેતા રવિ કિશનને કોણ નથી જાણતું. હિન્દી ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર આ અભિનેતાએ દરેક ઇન્ડસ્ટ્રીમાં પોતાની છાપ છોડી છે. રવિ કિશન, જે આજે 17 જુલાઈએ પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, તેણે ભોજપુરી, કન્નડ, મલયાલમ, તેલુગુ સહિત ઘણી ભાષાઓમાં 750થી વધુ ફિલ્મો કરી છે. તેણે પોતાના અલગ અલગ પાત્રોથી દર્શકોના દિલ જીતી લીધા છે અને હવે તે તેની આગામી ફિલ્મ 'સન ઓફ સરદાર 2' માં પહેલીવાર સરદારનું પાત્ર ભજવતો જોવા મળશે. રવિ કિશનના જન્મદિવસના ખાસ પ્રસંગે, આજે અમે તમને તેના 5 એવા પાત્રો વિશે જણાવીશું જે દર્શકોને સૌથી વધુ ગમ્યા છે.

App Store

'તેરે નામ' માં પંડિતનું પાત્ર

રવિ કિશનએ 1992માં ફિલ્મ 'પિતાંબર' થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ 'તેરે નામ' થી મળેલી ઓળખે તેને ઉત્તર ભારતમાં પ્રખ્યાત બનાવ્યો. સલમાન ખાન અને ભૂમિકા ચાવલા અભિનીત આ ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રવિ કિશન પંડિત રામેશ્વરની ભૂમિકા ભજવી હતી. તે ભૂમિકા ચાવલાના મંગેતરની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

'ફિર હેરા ફેરી' માં તોતલાનું પાત્ર

રવિ કિશન બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ફિલ્મ 'ફિર હેર ફેરી' માં તોતલાનું પાત્ર ભજવ્યું હતું. તોતલી ભાષા ધરાવતા બાલિશ પુરૂષનું પાત્ર ભજવીને તેણે દર્શકોના હૃદયમાં ખાસ છાપ છોડી હતી.

'બુલેટ રાજા' માં મહિલાના ગેટઅપમાં

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને સોનાક્ષી સિંહાની ફિલ્મ 'બુલેટ રાજા' બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નહતી બતાવી શકી પરંતુ ફિલ્મમાં રવિ કિશન પહેલીવાર મહિલાના ગેટઅપમાં જોવા મળ્યો હતો. જોકે, ફિલ્મમાં તેનું પાત્ર વિલન સુમેર યાદવનું હતું.

'લાપતા લેડીઝ' માં પોલીસનું પાત્ર

રવિ કિશને કિરણ રાવની ફિલ્મ 'લાપતા  લેડીઝ' માં પોલીસ અધિકારી શ્યામ મનોહરની ભૂમિકા ભજવી હતી. તેનું પાત્ર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું, જેણે દર્શકોને ખૂબ હસાવ્યા હતા. 'લાપતા લેડીઝ' ઓસ્કાર માટે પણ નોમિનેટ થઈ હતી.

'મામલા લીગલ હૈ' માં વકીલનું પાત્ર

રવિ કિશન ફિલ્મોની સાથે સાથે OTT પ્લેટફોર્મ પર પણ પોતાની દમદાર એક્ટિંગ બતાવી છે. તેની વેબ સિરીઝ 'મામલા લીગલ હૈ' ગયા વર્ષે 2024માં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ હતી. આ સિરીઝમાં રવિ કિશનએ સિનિયર એડવોકેટ વીડી ત્યાગીની ભૂમિકા ભજવી હતી. 'મામલા લીગલ હૈ' ને દર્શકોનો એટલો બધો પ્રેમ મળ્યો કે નિર્માતાઓએ તેની બીજી સીઝનની જાહેરાત કરી દીધી છે.