Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Did Faisal Sheikh confirm his breakup with Jannat Zubair?

શું ફૈઝલ શેખે જન્નત ઝુબૈર સાથેના બ્રેકઅપની કરી પુષ્ટિ? કહ્યું- હું ટૂંક સમયમાં લગ્ન કરીશ

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2025
લાઇવ ટીવીGoogle News
શું ફૈઝલ શેખે જન્નત ઝુબૈર સાથેના બ્રેકઅપની કરી પુષ્ટિ? કહ્યું- હું ટૂંક સમયમાં લગ્ન કરીશ

મિસ્ટર ફૈઝુ તરીકે ફેમસ ફૈઝલ શેખ જન્નત ઝુબૈર સાથેના સંબંધોને કારણે સમાચારમાં રહ્યો છે. તેમના સંબંધોના ઘણા અહેવાલો આવ્યા હતા અને બન્ને સોશિયલ મીડિયા પર સાથે ફોટા શૅર કરતા હતા, પરંતુ આ રિપોર્ટની ક્યારેય પુષ્ટિ થઈ ન હતી. જોકે થોડા દિવસો પહેલા તેમના બ્રેકઅપના સમાચારે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હવે ફૈઝલે પુષ્ટિ કરી છે કે, હું સિંગલ છું અને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. 

App Store

હું દોઢ વર્ષમાં લગ્ન કરીશ

વાસ્તવમાં ફૈઝલે યુટયુબ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં એલ્વિશ યાદવ તેની સાથે છે. બન્ને સાથે રસોઈ બનાવી રહ્યા છે. એલ્વિશ પૂછે છે કે શું તેની કોઈ ગર્લફ્રેન્ડ છે કે તે કોઈને ડેટ કરી રહ્યો છે? આના પર ફૈઝલે કહ્યું, મારી એક ગર્લફ્રેન્ડ હતી અને તમે જે વિચારી રહ્યા છો ઘણા લોકો એ જ વિચારી રહ્યા છે, પરંતુ એવું કંઈ નથી. ફૈઝલે આગળ કહ્યું, હાલમાં હું કોઈ છોકરીને ડેટ કરી રહ્યો નથી. હું ફક્ત ફરું છું, મજા કરી રહ્યો છું. મિત્રો સાથે સમય પસાર કરી રહ્યો છું, મારા મનને ડાયવર્ટ કરું છું. આ બધું કરવાની ઉંમર છે કારણ કે ભવિષ્યમાં લગ્ન કોઈપણ રીતે થશે. ત્યારબાદ એલ્વિશએ તેને પૂછ્યું કે તે ક્યારે લગ્ન કરશે, જેના જવાબમાં ફૈઝલે જવાબ આપ્યો, હું દોઢ વર્ષમાં લગ્ન કરીશ.

 

 

ટોપિક્સ:breakupbollywood newsgstv