મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને કરાવ્યું મુંડન, શેર કર્યો વીડિયો તો ફેન્સે કરી આવી કોમેન્ટ

ત્રીજા સ્ટેજના કેન્સર સામે જંગ લડી રહેલી હિના ખાનની હિંમતની દર

કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને કરાવ્યું મુંડન, શેર કર્યો વીડિયો તો ફેન્સે કરી આવી કોમેન્ટ

ત્રીજા સ્ટેજના કેન્સર સામે જંગ લડી રહેલી હિના ખાનની હિંમતની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહી છે. કેન્સરની લડાઈ જીતવા માટે હિના ખાન એ બધુ જ કરી રહી છે જેથી તે આ જંગ જીતી શકે. થોડા દિવસો પહેલા હિના ખાને જાતે જ પોતાના વાળ કાપી નાખ્યા હતા. પરંતુ હવે હિના ખાને શેર કરેલા વીડિયોમાં તેણે પોતાના બધા વાળ કપાવી નાખ્યા છે. અભિનેત્રીનો આ લેટેસ્ટ વીડિયો થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

મુંડન કરાવ્યું

હિના ખાને સોશિયલ મીડિયા પર શેર કરેલો લેટેસ્ટ વીડિયો થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગયો છે. આ વીડિયોમાં અભિનેત્રીએ સફેદ રંગની ટી-શર્ટ અને માથા પર કાળી કેપ પહેરેલી છે. અભિનેત્રીને જોઈને સ્પષ્ટ થાય છે કે તેણે માથું મુંડાવ્યું છે. હિના ખાનનો આ નવો લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ તેની હિંમતની પ્રશંસા કર્યા વિના પોતાને રોકી શકતા નથી.

ફેન્સે વરસાવ્યો પ્રેમ

હિના ખાનના ફેન્સ આ વીડિયો પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. એક ફેને કોમેન્ટમાં લખ્યું- 'ચેમ્પિયન'. જ્યારે દ્રષ્ટિ ધામીએ હાથતાળી વગાડતા ઇમોજી બનાવ્યું - 'હિના વાળ સાથે અને વગર સુંદર લાગે છે.' ચોથા યુઝરે લખ્યું- 'તમને સલામ... હું પ્રાર્થના કરું છું કે, તમે જલ્દી સ્વસ્થ થઈ જાઓ.' પાંચમા યુઝરે લખ્યું- 'સૌથી મજબૂત મહિલા. ફેન્સ હિનાના વીડિયો પર ઘણો પ્રેમ મોકલી રહ્યો છે.

બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે હિના ખાન

હિના ખાને પોતે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તે બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજથી પીડિત છે. હિના ખાનની આ સફરમાં તેનો બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ તેની સાથે મજબૂતીથી ઉભો છે. અભિનેત્રી દરરોજ તેના લુકના વીડિયો શેર કરતી રહે છે અને તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવાનો પ્રયાસ કરે છે.

આ સમાચાર શેર કરો