VIDEO: The Family Man3ના ટ્રેલર લોન્ચિંગમાં સ્ટેજથી નીચે પછડાઈ આ હિરોઈન, કો- સ્ટારે માંડ સંભાળી
મનોજ બાજપેયીની બહુપ્રતિક્ષિત શ્રેણી "ધ ફેમિલી મેન 3" નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટ કાર્યક્રમનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં સિરિઝનો પાર્ટ ગણાતી અભિનેત્રી સ્ટેજ પરથી નીચે ઉતરવા સમયે અચાનક પગ સ્લિપ થઈ જાય છે. અને તે નીચે પછડાય છે. પરંતુ પગથિયા ઉતરતી વખતે તેની સહ અભિનેત્રીએ તેનો હાથ પકડી રાખેલો હોય છે.
તે અભિનેત્રી કોણ છે?
હા, તે પગ સ્લીપ થતાં પલસી પડનારી અભિનેત્રી બીજું કોઈ નહીં પણ આશ્લેષા ઠાકુર છે, જે "ધ ફેમિલી મેન" માં મનોજ બાજપેયી (શ્રીકાંત તિવારી)ની પુત્રીનું પાત્ર ભજવે છે. વાયરલ વીડિયોમાં આશ્લેષા સ્ટેજ પરથી નીચે ઉતરતી વખતે અચાનક લપસી પડી. જોકે, તેની સાથે હાજર તેની સહ-અભિનેત્રી પ્રિયામણીએ તેને પકડી લીધી અને ઉભી કરવામાં પણ મદદ કરી.
ધ ફેમિલી મેન 3" ક્યારે રિલીઝ થશે?
"ધ ફેમિલી મેન" સીઝન 3 નું દિગ્દર્શન રાજ અને ડીકે દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વખતે સુમન કુમાર અને તુષાર સેઠ પણ દિગ્દર્શનમાં સામેલ છે. "ધ ફેમિલી મેન" સીઝન 3 નવેમ્બરની 21મી તારીખે પ્રાઇમ વિડીયો પર પ્રીમિયર થશે. આ વખતે સિરિઝમાં શ્રીકાંત તિવારીનો બે દુશ્મનો જયદીપ અહલાવત અને નિમરત કૌર સાથે ટકરાવ થશે. અગાઉના મુખ્ય પાત્રો પણ સિરિઝનો ભાગ છે. જેમ કે પ્રિયમણી (સુચિત્રા તિવારી), શારીબ હાશ્મી (જે.કે. તલપડે), અશ્લેષા ઠાકુર (ધૃતિ તિવારી), અને વેદાંત સિંહા (અથર્વ તિવારી) પણ આ સિરિઝનો ભાગ છે.

