‘સિંઘમ અગેઇન’માં બદલાઈ ગયો હીરો? રોહિત શેટ્ટીની પોસ્ટે ફેન્સમાં ક્રિએટ કરી એક્સાઇટમેન્ટ
‘સ્ત્રી 2’ પછી, જો કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી

‘સ્ત્રી 2’ પછી, જો કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકે છે, તો તે રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સિંઘમ અગેઇન’ છે. અજય દેવગન સ્ટારર ‘સિંઘમ’ ફ્રેન્ચાઈઝીના ત્રીજા પાર્ટને લઈને ફેન્સમાં ભારે ઉત્સુકતા છે. આ ફિલ્મને લઈને દરરોજ લેટેસ્ટ અપડેટ્સ સામે આવી રહ્યા છે. આ દરમિયાન, રોહિતે ‘સિંઘમ અગેઇન’માં અન્ય ફિલ્મ અભિનેતાની એન્ટ્રીને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. જેના કારણે ચારેય તરફ ચર્ચા થવા લાગી છે.
‘સિંઘમ અગેઇન’માં વધુ એક અભિનેતાનો કેમિયો
કોપ યુનિવર્સને પ્રોત્સાહન આપતા, રોહિત શેટ્ટી ટૂંક સમયમાં ફરીથી સિંઘમ લાવવા જઈ રહ્યો છે. આ વર્ષે દિવાળીના ખાસ અવસર પર આ ફિલ્મ થિયેટરમાં આવશે. આ ફિલ્મને લઈને ફેન્સમાં જબરદસ્ત હાઈપ છે, જેને હવે રોહિતની લેટેસ્ટ પોસ્ટ દ્વારા પ્રોત્સાહન મળ્યું છે. મંગળવારે રોહિત શેટ્ટીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં સ્કોર્પિયો કાર હવામાં ઉડતી જોવા મળી રહી છે અને પોસ્ટના કેપ્શને બધાનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં લખ્યું છે- 'સિંઘમ આ હીરો વિના અધૂરો છે. આ દિવાળીમાં સ્કોર્પિયો આવશે અને ઘુમશે પણ એન્ટ્રી કોઈ બીજાની થશે.
જોકે, આ પોસ્ટમાં રોહિત શેટ્ટીએ સંપૂર્ણ સસ્પેન્સ જાળવી રાખ્યું છે અને ફિલ્મમાં નવા અભિનેતાનું નામ જાહેર કર્યું નથી. એવી અફવાઓ પણ છે કે, સલમાન ખાન ચુલબુલ પાંડેના પાત્ર દ્વારા ‘સિંઘમ અગેઇન’માં કેમિયો કરતો જોવા મળી શકે છે.
‘સિંઘમ અગેઇન’ ઘણા બધા કેમિયો
ફિલ્મ ‘સિંઘમ અગેઇન’ને અજય દેવગણ અને કરીના કપૂરની ફિલ્મ ન કહી શકાય. રોહિત શેટ્ટીની આ ફિલ્મ બોલિવૂડ સ્ટાર્સના કેમિયોથી ભરપૂર છે. જેમાં રણવીર સિંહ, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ અને ટાઈગર શ્રોફ જેવા કલાકારો જોવા મળશે. આ સિવાય અર્જુન કપૂર અને જેકી શ્રોફ નેગેટિવ રોલમાં જોવા મળશે.






