મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

‘ભૂલ ભુલૈયા 3’ માટે એક નહીં બે ક્લાઇમેક્સ કર્યા શૂટ, ખુદ સ્ટાર કાસ્ટને પણ નથી ખબર કયો થયો સિલેક્ટ

કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી અને વિદ્યા

‘ભૂલ ભુલૈયા 3’ માટે એક નહીં બે ક્લાઇમેક્સ કર્યા શૂટ, ખુદ સ્ટાર કાસ્ટને પણ નથી ખબર કયો થયો સિલેક્ટ

કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘ભૂલભૂલૈયા થ્રી’ના અલગ અલગ બે ક્લાઈમેક્સ શૂટ કરવામાં આવ્યા છે. જોકે, ફિલ્મમાં છેવટે કયા ક્લાઈમેક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની જાણ મુખ્ય કલાકારોને પણ કરાઈ નથી તેવો દિગ્દર્શક અનીસ બઝમીનો દાવો છે.

તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મને વધુ રસપ્રદ બનાવવા માટે બે એન્ડ વિચાર્યા હતા અને  તેનું અલગ અલગ શૂટિંગ કરવામાં આવ્યું હતું. કલાકારો પૂરી તલ્લીનતાથી તથા સાહજિક રીતે કામ કરે તે માટે તેમને પણ ખરેખર ફિલ્મનો અંત ક્યાં આવે છે તેની જાણ કરાઈ નથી. 

ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જયપુરમાં યોજાયેલી એક ઈવેન્ટમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. જોકે, ટ્રેલરને મિશ્ર  પ્રતિસાદ મળ્યો છે. કેટલાક ફેન્સ મંજુલિકા જેવાં આઈકોનિક કેરેક્ટરને ત્રીજા ભાગમાં કોમેડી સ્વરુપે રજૂ કરાયું હોવાનું જણાવી તેની ટીકા કરી છે. 

કેટલાક લોકોએ તો ટ્રેલર જોયા પછી આ ફિલ્મની 'સિંઘમ અગેઈન' સાથેની રિલીઝ ટાળવી જોઈએ તેવી પણ સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે 'સિંઘમ અગેઇન'ના ટ્રેલરને પણ એકસરખો આવકાર મળ્યો નથી. અનેક કલાકારોએ દીપિકા પદુકોણ સહિતના કલાકારોની ટીકા કરી છે. 

આ સમાચાર શેર કરો