મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

શ્રેયસ તલપડે અને આલોક નાથ વિરુદ્ધ નોંધાઈ FIR, કરોડોની છેતરપિંડીનો છે કેસ

હરિયાણાના સોનીપત જિલ્લાના મુરથલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના આરોપમાં અભિનેતા શ્રેયસ તલપડે

શ્રેયસ તલપડે અને આલોક નાથ વિરુદ્ધ નોંધાઈ FIR, કરોડોની છેતરપિંડીનો છે કેસ

હરિયાણાના સોનીપત જિલ્લાના મુરથલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના આરોપમાં અભિનેતા શ્રેયસ તલપડે અને આલોક નાથ સહિત 13 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ FIR સોનીપતના રહેવાસી વિપુલ અંતિલે નોંધાવી છે. આ કેસ ઈન્દોરમાં નોંધાયેલ કંપની હ્યુમન વેલ્ફેર ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમોશન સાથે સંબંધિત છે, જે 50 લાખથી વધુ લોકોના કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો: સૈફ અલી ખાનના કેસમાં બહાર આવ્યું સત્ય, અભિનેતાએ જણાવી હુમલાની રાતની આખી વાર્તા

શ્રેયસ તલપડે અને આલોક નાથ પર એક એવી કંપનીને પ્રોત્સાહન આપવાનો આરોપ છે જે રોકાણ માટે અપીલ કરતી હતી. ખાસ વાત એ છે કે કંપનીના આ કાર્યક્રમમાં સોનુ સૂદ પણ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહ્યો હતો.

કંપનીએ લોકોને કેવી રીતે ફસાવ્યા?

વિપુલ અંતિલે નોંધાવેલી FIR મુજબ, આ કંપનીએ 6 વર્ષ પહેલા લોકો પાસેથી પૈસા વસૂલ્યા હતા. લોકો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અથવા અન્ય માધ્યમો દ્વારા કંપનીમાં રોકાણ કરે તો તેમને મોટા વળતરનું વચન આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, લોકોનો વિશ્વાસ જીતવા માટે મોંઘી અને મોટી હોટલોમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બોલિવૂડ સ્ટાર્સ દ્વારા પ્રમોશન કરવામાં આવતું હતું અને મલ્ટી-લેવલ માર્કેટિંગ માટે એજન્ટોની નિમણૂક કરવામાં આવતી હતી.

શરૂઆતમાં કંપનીએ કેટલાક લોકોને ચૂકવણી કરી, પરંતુ જ્યારે કરોડો રૂપિયા એકઠા થયા ત્યારે મામલો અલગ જ વળાંક પર આવીને ઉભો રહ્યો. જ્યારે લોકોએ પૈસા માંગવાનું શરૂ કર્યું, ત્યારે કંપનીના અધિકારીઓએ તેમના મોબાઈલ ફોન બંધ કરવાનું શરૂ કરી દીધું.

FIRમાં શ્રેયસ તલપડે અને આલોક નાથ ઉપરાંત 11 લોકોના નામ

કંપનીએ 2023માં પોતાનો સાચો રંગ બતાવ્યો. તેમણે મોટા દાવાઓ અને લાલચ આપીને વર્ષો સુધી પોતાના વાસ્તવિક ઈરાદા છુપાવ્યા અને જ્યારે ધીમે ધીમે લોકોએ કંપનીના સભ્યો પર છેતરપિંડીનો આરોપ લગાવવાનું શરૂ કર્યું, ત્યારે કંપનીના માલિકોએ તેમના એજન્ટો અને રોકાણકારો સાથેના બધા સંબંધો તોડી નાખ્યા. બધા અધિકારીઓ અને કર્મચારીઓ જનતાના કરોડો રૂપિયા લઈને ભાગી ગયા, એજન્ટો દ્વારા સંચાલિત 250થી વધુ સુવિધા કેન્દ્રોને તાળા મારી દેવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે શ્રેયસ તલપડે અને આલોક નાથ સિવાય કુલ 11 લોકોના નામ FIRમાં નોંધાયેલા છે. હવે આ મામલાની સુનાવણી 25 જાન્યુઆરીએ કોર્ટમાં થશે. 

આ સમાચાર શેર કરો