મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

એલ્વિશ યાદવની મુશ્કેલી વધી, EDએ મની લૉન્ડ્રિંગનો કેસ નોંધ્યો, મોંઘી કારના કાફલાની થશે તપાસ

બિગબોસ ફેમ અને યૂ ટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલી વધી છે. EDએ એલ્વિશ યાદવ વિરૂદ્ધ મની લૉન્ડ્રિંગનો કે

એલ્વિશ યાદવની મુશ્કેલી વધી, EDએ મની લૉન્ડ્રિંગનો કેસ નોંધ્યો, મોંઘી કારના કાફલાની થશે તપાસ

બિગબોસ ફેમ અને યૂ ટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલી વધી છે. EDએ એલ્વિશ યાદવ વિરૂદ્ધ મની લૉન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. ED એલ્વિશ પાસે રહેલી મોંઘી કારના કાફલાની પણ તપાસ કરશે. મળતી જાણકારી અનુસાર, એલ્વિશ યાદવ વિરૂદ્ધ કાર્યવાહી થઇ શકે છે.

ED એલ્વિશ યાદવની સાથે સાથે હોટલ રિસોર્ટ્સ અને ફાર્મ હાઉસના માલિકોની પણ પૂછપરછ કરશે. મહત્ત્વપૂર્ણ છે કે નોઇડા પોલીસ દ્વારા એલ્વિશ યાદવની ધરપકડ કરવામાં આવી હતી. તે જામીન પર બહાર છે. EDએ એલ્વિશ યાદવ પર ગાળિયો કસવાની તૈયારી કરી લીધી છે.

17 માર્ચે એલ્વિશ યાદવની નોઇડા પોલીસે કોબરા કાંડમાં ધરપકડ કરી હતી, તે બાદ તેને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. અત્યારે તે જામીન પર બહાર છે પરંતુ હવે ED તેના પર સકંજો કસવાની તૈયારી કરી રહી છે.જેલમાંથી બહાર આવ્યા બાદ એલ્વિશ યાદવે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો. એલ્વિશનું કહેવું હતું કે કેટલાક લોકોને તેની સફળતા પસંદ પડી નથી, કારણ વગર તેને ફસાવવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો