Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Does Adnan Sheikh take drugs? What did Armaan Malik say on Anil Kapoor's show

Bigg Boss OTT 3: શું અદનાન શેખ ડ્રગ્સ લે છે? અનિલ કપૂરના શોમાં અરમાન મલિકે આ શું કહ્યું?

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2024
લાઇવ ટીવીGoogle News
Bigg Boss OTT 3: શું અદનાન શેખ ડ્રગ્સ લે છે? અનિલ કપૂરના શોમાં અરમાન મલિકે આ શું કહ્યું?

Jio સિનેમાના રિયાલિટી શો બિગ બોસ OTT 3ના ઘરમાં ટીમ 07ના સભ્ય અને ફૈઝુના મિત્ર અદનાન શેખે વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી લીધી છે. અદનાન ઘરમાં પ્રવેશતાની સાથે જ તેણે અરમાન મલિક અને લવકેશ કટારિયાને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન આ ત્રણેય વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. પરંતુ આ દલીલ બાદ કટારિયાએ અદનાનને માફ કરી દીધો હતો. પરંતુ અરમાન મલિક હજુ પણ અદનાનને માફ કરવાના મૂડમાં નથી. સોશિયલ મીડિયા પર ફેન્સે દાવો કર્યો છે કે, તાજેતરમાં જ પત્રકાર દીપક ચૌરસિયા સાથે વાત કરતી વખતે અરમાને તેને ઈશારામાં કહેવાનો પ્રયાસ કર્યો હતો કે અદનાન શેખ ડ્રગ્સ લે છે.

App Store

દીપક ચૌરસિયા સાથે વાત કરતા અરમાન મલિકે કહ્યું કે, અદનાનની ટીમ 07 સાથે કામ કરનાર વ્યક્તિ તેની ટીમમાં કામ કરી રહ્યો હતો. તે સમયે તેણે અરમાન સાથે અદનાન અને ફૈઝલ શેખ વિશે ઘણી વાતો શેર કરી હતી. લાઇવ ફીડમાં ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે અરમાન મલિકને દીપક ચૌરસિયાને કહેતા સાંભળ્યા કે, તે અદનાન અને તેની ટીમ સાથે જોડાયેલા ડાર્ક સિક્રેટ્સ જાણે છે. અરમાન કંઈ બોલતો ન હતો છતાં કોઈનું નામ લીધા વિના તેણે ડ્રગ્સ લેવા તરફ નાક પાસે આંગળી ચીંધી અને કંઈ બોલ્યા વિના દીપક ચૌરસિયા આખી વાત સમજી ગયો.

સોશિયલ મીડિયામાંથી ગાયબ છે આ વાતચીતની ક્લિપ

ભલે સોશિયલ મીડિયા યુઝર્સ અરમાનના અદનાન પર લાગેલા આ આરોપો વિશે ખુલીને વાત કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી આ કથિત વાતચીતનો કોઈ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો નથી. હવે, આગામી એપિસોડ્સમાં તે જોવાનું રસપ્રદ રહેશે કે, શું નિર્માતાઓ આ વિવાદાસ્પદ ક્લિપને તેમના એપિસોડમાં સમાવે છે અથવા વિવાદને ટાળવા માટે તેને સંપૂર્ણપણે એડિટ કરે છે.