સાવકી પુત્રીએ આજદિન સુધી માતા તરીકે નથી બોલાવી, દિયા મિર્ઝાએ કહ્યું- 'મને તેની....'
અભિનેત્રી દિયા મિર્ઝા સિનેમા ઉપરાંત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેના પરિવાર સાથે ફો

અભિનેત્રી દિયા મિર્ઝા સિનેમા ઉપરાંત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેના પરિવાર સાથે ફોટો અને વીડિયો શૅર કરતી રહે છે. અભિનેત્રીએ વર્ષ 2021મા વૈભવ રેખી સાથે બીજા લગ્ન કર્યા હતા. વૈભવ રેખીના પણ છૂટાછેડા થઈ ચૂક્યા હતા.
તેમના પ્રથમ લગ્ન સુનૈના રેખી સાથે થયા હતા, ત્યારબાદ આ દંપતી પુત્રી સમાયરાના માતા-પિતા બન્યા હતા, પરંતુ લગ્ન લાંબો સમય ટકી શક્યા ન હતા અને બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. દિયા મિર્ઝાનો તેના પુત્ર સાથે માત્ર માતા જેવો સંબંધ નથી પરંતુ તે તેની સાવકી પુત્રી સમાયરાને પણ ખૂબ પ્રેમ કરે છે, પરંતુ દિયાએ ખુલાસો કર્યો છેકે તેની સાવકી પુત્રીએ આજ સુધી ક્યારેય તેને માતા તરીકે બોલાવી નથી.
એક રિપોર્ટ અનુસાર દિયાએ કહ્યું હતું કે, તેણે મને માતા કહી ન હતી, તેમની પાસેથી મને 'મા, મમ્મા' કહેવાની અપેક્ષા નથી. તેની એક જ માતા છે જેને તે મમ્મા અથવા મધર કહે છે. તે મને દિયા કહે છે. અભિનેત્રીએ એ ક્ષણેને પણ યાદ કરી જ્યારે તેના પુત્ર અવ્યાનને તેને મમ્મી તરીકે પહેલીવાર બોલાવી હતી, હું અવ્યાનને મારા ખોળામાં પકડીને તેને પતંગિયા બતાવતી હતી ત્યારે અચાનક તેના મોંમાથી 'મા' શબ્દ નીકળ્યો, તે સમયે મારા પતિના હાથમાં કેમેરા હતો અને તેણે તે આખી ક્ષણ રેકોર્ડ કરી લીધી હતી.






