મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

દીપિકા પાદુકોણની ડિલિવરી ડેટ થઈ રિવીલ, અભિનેત્રી આ દિવસે આપશે બાળકને જન્મ, મેટરનિટી લીવનો પણ થયો ખુલાસો

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક છે. આ કપલે 2018માં ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા.

દીપિકા પાદુકોણની ડિલિવરી ડેટ થઈ રિવીલ, અભિનેત્રી આ દિવસે આપશે બાળકને જન્મ, મેટરનિટી લીવનો પણ થયો ખુલાસો

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક છે. આ કપલે 2018માં ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. હવે દીપિકા અને રણવીર તેમના પહેલા બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ કપલે ફેબ્રુઆરી 2024માં જાહેરાત કરી હતી કે તેઓ માતા-પિતા બનવવા છે. આ બધાની વચ્ચે અભિનેત્રીની ડ્યુ ડેટ પણ સામે આવી છે. અને એ પણ જાણવા મળ્યું છે કે દીપિકાની ડિલિવરી કઈ હોસ્પિટલમાં થશે.

દીપિકા પાદુકોણની ડિલિવરી સપ્ટેમ્બરના અંતમાં થઈ શકે છે

તાજેતરના અહેવાલ મુજબ, કપલના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે દીપિકા 28 સપ્ટેમ્બર, 2024 ના રોજ સાઉથ બોમ્બેની એક હોસ્પિટલમાં તેના બાળકને જન્મ આપી શકે છે અને તે હાલમાં બ્રેકનો આનંદ માણી રહી છે.

અહેવાલ મુજબ, "દીપિકા અને રણવીર તેમની લાઈફનું નવું ચેપ્ટર શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેમના આવનારા બાળક માટે સ્પેસ સેટ કરવામાં વ્યસ્ત છે. જો બધું યોજના મુજબ ચાલશે, તો તે 28 સપ્ટેમ્બરના રોજ સાઉથ બોમ્બેની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપશે. હાલમાં, મોમ ટુ બી દીપિકા કામમાંથી મળેલા બ્રેકનો આનંદ માણી રહી છે.

દીપિકા પાદુકોણ કમબેક ક્યારે કરશે?

એક નજીકના સૂત્રએ તે પણ જણાવ્યું કે દીપિકા પાદુકોણ થોડા મહિનાઓ સુધી તેના બાળકની સંભાળ લેશે અને પછી માર્ચ 2025માં કામ પર પરત ફરશે. અહેવાલ મુજબ, સૂત્રએ જણાવ્યું હતું કે, "તેની મેટરનિટી લીવ આવતી માર્ચ સુધી ચાલશે અને તે પછી, તે તરત જ અમિતાભ બચ્ચન, કમલ હાસન અને પ્રભાસ સાથે કલ્કીની સિક્વલના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમના નવા ઘરમાં શિફ્ટ થઈ શકે છે

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમના પહેલા બાળકના જન્મ પછી તેમના 110 કરોડ રૂપિયાના નવા ઘરમાં શિફ્ટ થઈ શકે છે. આ પહેલા રણવીર અને દીપિકાના લગભગ તૈયાર ઘરના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. અહેવાલો અનુસાર, બાળકને જન્મ આપ્યા પછી કપલ તેમના નવા ઘરમાં શિફ્ટ થઈ શકે છે.

જો આ વાત સાચી હોય તો દીપિકા અને રણવીર, શાહરૂખ ખાનના પડોશી હશે. આ પહેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, રણવીરે શાહરૂખ ખાનના મન્નત પાસે 110 કરોડ રૂપિયામાં સી ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો.

આ સમાચાર શેર કરો