દીપિકા પાદુકોણની દીકરીએ ‘સિંઘમ અગેઇન’માં કર્યું ડેબ્યૂ, પિતા રણવીરે કહ્યું- 'મમ્મી રાત્રે બાળક સાથે...'
રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ ફિલ્મ 'સિંઘમ અગેઇન'નું ટ્રેલર 7મી ઓક્ટોબરે ખૂબ જ ધામધૂ

રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ ફિલ્મ 'સિંઘમ અગેઇન'નું ટ્રેલર 7મી ઓક્ટોબરે ખૂબ જ ધામધૂમથી લૉન્ચ કરવામાં આવ્યું હતું. ફેન્સને આ ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં 'સિંઘમ અગેઈન'ની આખી ટીમ હાજર હતી, પરંતુ દીપિકા પાદુકોણ આ ઈવેન્ટમાં જોવા મળી ન હતી. આ ઇવેન્ટમાં બધાએ અભિનેત્રીને ખૂબ જ મિસ કરી હતી. દીપિકા પાદુકોણ આ કાર્યક્રમમાં જોવા મળી ન હતી, પરંતુ તેના પતિ રણવીર સિંહે સ્પષ્ટતા કરી હતી કે, અભિનેત્રી આ કાર્યક્રમમાં શા માટે હાજર રહી શકી નથી.
બેબી સિમ્બાની ડેબ્યૂ ફિલ્મ
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રણવીર સિંહ કહી રહ્યો છે કે દીપિકા બાળક સાથે વ્યસ્ત છે, તેથી તે આ ઈવેન્ટનો ભાગ બની શકી નથી. તેમજ અભિનેતાએ કહ્યું કે, મારી ડ્યુટી રાત્રે છે તેથી હું આવ્યો છું. સાથે રણવીરે કહ્યું- મારું બાળક આ ફિલ્મમાં ડેબ્યૂ કરી રહ્યું છે. સિંઘમના શૂટિંગ દરમિયાન મારી બેબી સિમ્બા દીપિકા ગર્ભવતી હતી. તો લેડી સિંઘમ, સિમ્બા અને બેબી સિમ્બા વતી આપ સૌને દિવાળીની શુભકામનાઓ.' આ ઇવેન્ટમાં રણવીરે બ્લેક આઉટફિટ પહેર્યો હતો, જેમાં તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.
આ દિવસે આપ્યો દીકરીને જન્મ
ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 8 સપ્ટેમ્બર, 2024ના રોજ એક સુંદર દીકરીનું સ્વાગત કર્યું હતું. અભિનેત્રીની એક ઝલક મેળવવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, અભિનેત્રી ક્યારે પોતાની દીકરીની ઝલક ફેન્સ સાથે શેર કરે છે. રિપોર્ટ અનુસાર ‘સિંઘમ અગેઇન’ દિવાળી પર રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 1 નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મની ટક્કર કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' સાથે થશે. હવે જોવાનું એ રહે છે કે કઈ ફિલ્મ જીતશે.






