Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Deepika Padukone will soon become a mother again! She will take maternity leave after the shooting

VIDEO: દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં બનશે ફરી મમ્મી! 'રાકા'ના શૂટિંગ બાદ લેશે મેટર્નિટી લીવ

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હાલ બોલિવુડની ટોચની હિરોઇનોમાં મોખરાનું સ્થાન ધરાવતી દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ 'રાકા'નું શૂટિંગ મુંબઇમાં કરી રહી છે. દીપિકા એટલી નિર્દેશિત આ મહત્વાકાંક્ષી ફિલ્મમાં પોતાના ભાગનું શૂટિંગ પૂરૂ કરી સપ્ટેમ્બરથી મેટર્નિટી લીવ પર જવાની છે.

App Store

દીપિકા સપ્ટેમ્બરની શરૂઆતમાં તેના ભાગનું શૂટિંગ પૂરૂ કરી લેવાની વેતરણમાં છે. ઉલ્લેખનીય છે કે દીપિકા તથા રણવીરે ગત એપ્રિલમાં બીજા સંતાનના માતા-પિતા બનવાની જાહેરાત કરી હતી. દીપિકાની પહેલી દીકરી દુવાને આગામી સપ્ટેમ્બરમાં બે વર્ષ પૂર્ણ થવાનાં છે.

'રાકા'ના પ્રથમ ભાગનું આ ફાયનલ શેડયુઅલ છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.

'રાકા' ફિલ્મનું શૂટિંગ પુરું થયા બાદ સપ્ટેમ્બરમાં પોસ્ટ પ્રોડક્શનનું કામ પણ શરૂ થઇ જશે તેમ મનાય છે. લગભગ એક હજાર કરોડ રૂપિયાના તોતિંગબજેટ સાથે બની રહેલી આ ફિલ્મ દીપિકાની કેરિયર માટે મહત્વની છે.

'રાકા' ઉપરાંત દીપિકા શાહરૂખખાનની આગામી ફિલ્મ 'કિંગ'માં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. સુહાના ખાન અને શાહરૂખખાનની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ 'કિંગ' આગામી નાતાલ વખતે રજૂ થવાની છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News