VIDEO: પ્રેગ્નન્સી ગ્લો સાથે છવાઈ દીપિકા પાદુકોણ, બેબી બમ્પ સાથે કર્યો જોરદાર ડાન્સ
બોલિવૂડની ‘મસ્તાની’ દીપિકા પાદુકોણ આજકાલ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ભારે ચર્ચામાં છે. હાલમાં તે કામથી થોડી દૂર રહીને પોતાની બીજી પ્રેગ્નન્સી એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જોરદાર ડાન્સ કરતી જોવા મળે છે. દીપિકાનો આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે તેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
દીપિકા પાદુકોણે ફરી એકવાર પોતાના ફેન્સને ખુશ કરી દીધા છે. હિલ્ટન હોટેલ ચેન માટે શૂટ કરવામાં આવેલી એક્ટ્રેસની આ નવી જાહેરાત (એડ) સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ તેના પર સતત પ્રેમ વરસાવી રહ્યા છે.
'મોમ-ટુ-બી' દીપિકાનો સ્ટાઇલિશ અંદાજ
વાયરલ વીડિયોમાં દીપિકા પાદુકોણ એક ખૂબ જ સ્ટાઇલિશ બ્લુ પેન્ટસૂટમાં જોવા મળી રહી છે. તે હિલ્ટન પ્રોપર્ટીના ભવ્ય કોરિડોરમાં ખૂબ જ ગ્રેસફુલ અને એફર્ટલેસ ડાન્સ મૂવ્સ કરતી દેખાય છે. અહેવાલો અનુસાર, દીપિકાએ આ કોમર્શિયલ એડનું શૂટિંગ ત્યારે કર્યું હતું જ્યારે તે લગભગ ચાર મહિનાની ગર્ભવતી હતી. તેના આ આત્મવિશ્વાસ અને ‘બોસ લેડી’ અંદાજને જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.
જેવી આ એડ સોશિયલ મીડિયા પર આવી, ફેન્સે કમેન્ટ્સનો વરસાદ કરી દીધો. દીપિકા અને રણવીર સિંહની મોટી પુત્રીનું નામ ‘દુઆ’ છે, જેને ધ્યાનમાં રાખીને એક યુઝરે લખ્યું, ‘દુઆના મમ્મી આ બેબી બમ્પ સાથે કમાલ લાગી રહ્યા છે’. તો અન્ય એક યુઝરે રમૂજી અંદાજમાં લખ્યું, ‘દુઆના મોમ ગ્લોબલ લેવલ પર પોતાના બીજા બાળકનું ડેબ્યુ કરાવી રહ્યા છે.’ લાંબા સમય પછી દીપિકાનો કોઈ નવો પ્રોજેક્ટ સ્ક્રીન પર જોઈને પણ ફેન્સ ભારે ખુશ છે.
2018માં થયા હતા દીપિકા-રણવીરના લગ્ન
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ વર્ષ 2018માં લગ્નના બંધનમાં બંધાયા હતા. ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા રામ-લીલા'ના સેટ પર બંને વચ્ચે પ્રેમ થયો હતો. સપ્ટેમ્બર 2024માં બંનેએ પોતાની પ્રથમ પુત્રી ‘દુઆ’નું દુનિયામાં સ્વાગત કર્યું હતું. ત્યારબાદ દીપિકાએ આ જ વર્ષે (2026) એપ્રિલ મહિનામાં ઇન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ ક્યૂટ તસવીર શેર કરીને પોતાની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ ફોટોમાં તેમની દીકરી દુઆ એક પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ પકડેલી જોવા મળી હતી.
દીપિકા પાદુકોણનું વર્કફ્રન્ટ
માતા બનવાની આ સુંદર સફરની સાથે સાથે દીપિકા પોતાના કામ પર પણ ધ્યાન આપી રહી છે. તે ટૂંક સમયમાં જ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. આ સિવાય, તે એટલી (Atlee)ના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘રાકા’માં સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે.

