દીપિકા પાદુકોણે મા બનતાની સાથે જ સાસરી નજીક ખરીદ્યું નવું ઘર, જાણો કેટલી છે નવા ઘરની કિંમત
સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 8 સપ્ટેમ્બરે તેમના પ્રથમ બાળકનું સ્

સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 8 સપ્ટેમ્બરે તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. એક્ટ્રેસે દીકરીને જન્મ આપ્યો છે. માતા બન્યાના એક અઠવાડિયા બાદ જ દીપિકા પાદુકોણે નવું ઘર ખરીદ્યું છે. આ ઘર તેની સાસુ અંજુ ભવનાનીના બાંદ્રા એપાર્ટમેન્ટની નજીક છે, જેમાં તેની દીકરી રિતિકા તેના પતિ જુગજીત સિંહ ભવનાની સાથે ભાડે રહે છે.
દીપિકા પાદુકોણનું આ નવું એપાર્ટમેન્ટ સાગર રેશમ કોર્પોરેટ હાઉસિંગ સોસાયટીમાં છે. આ સોસાયટીમાં 4 BHK અને 5 BHK એપાર્ટમેન્ટ છે. દીપિકાનો ફ્લેટ 15મા માળે છે. Zapkey.com અનુસાર, અભિનેત્રીએ આ મિલકત માટે સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂ. 1.07 કરોડ અને નોંધણી માટે રૂ. 30,000 ચૂકવ્યા છે.
કેટલી છે નવા ઘરની કિંમત?
આ ફ્લેટ દીપિકા પાદુકોણની કંપનીના નામે લેવામાં આવ્યો છે જેના કો-ઓનર તેના પિતા પ્રકાશ પાદુકોણ છે. 171.47 ચોરસ મીટરમાં બનેલા એક્ટ્રેસના આ એપાર્ટમેન્ટની કિંમત 17.8 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ એપાર્ટમેન્ટની સાથે તેમની પાસે એક કાર પાર્કિંગની પણ સુવિધા છે.
ટૂંક સમયમાં 100 કરોડના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે દીપિકા-રણવીર
ઉલ્લેખનીય છે કે, આ પહેલા બાંદ્રામાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું એક એપાર્ટમેન્ટ ડેવલપમેન્ટ તબક્કામાં છે જે ખૂબ જ જલ્દી પૂર્ણ થવા જઈ રહ્યું છે. તેની કિંમત 100 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ખાસ વાત એ છે કે, આ ઘર શાહરૂખ ખાનના મન્નતની નજીક છે.
દીપિકા પાદુકોણનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ છેલ્લે ફિલ્મ 'કલ્કિ 2898 એડી'માં જોવા મળી હતી. હવે એક્ટ્રેસ રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેઇન'માં જોવા મળશે. માતા બન્યા પછી, એક્ટ્રેસમેટરનિટી બ્રેક પર છે અને ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે બ્રેક પછી 'કલ્કિ 2898 એડી'ની સિક્વલનું શૂટિંગ કરશે.








