Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Deepika Padukone becomes the new voice of Meta AI

દીપિકા પાદુકોણ બની Meta AIનો નવો અવાજ, 6 દેશમાં ફટાફટ આપશે સવાલોના જવાબ

Timeછેલ્લું અપડેટ : 16 Oct 2025
લાઇવ ટીવીGoogle News
દીપિકા પાદુકોણ બની Meta AIનો નવો અવાજ, 6 દેશમાં ફટાફટ આપશે સવાલોના જવાબ
સોર્સ : GSTV

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે હવે સિનેમાથી આગળ વધીને ટેકનોલોજીની દુનિયામાં પગ મુક્યો છે. દીપિકા પાદુકોણે મેટા (Meta) સાથે હાથ મિલાવ્યો છે અને હવે તે Meta AIનો નવો ઇંગ્લિશ વોઇસ બની ગઇ છે. દીપિકા પાદુકોણે આ ગુડ ન્યૂઝ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આપ્યા છે.

App Store

દીપિકા પાદુકોણ Meta AIનો નવો અવાજ

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ, 'Chat Soon!'. દીપિકાનો અવાજ હવે Meta AIમાં 6 દેશમાં સાંભળવા મળશે જેમાં ભારત, અમેરિકા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેલ છે. આ રીતે દીપિકા પાદુકોણની ગ્લોબલ હસ્તીઓમાં સામેલ થઇ ગઇ છે જેનો અવાજ Metaના ચેટ પ્લેટફોર્મમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પગલું માત્ર તેની ઇન્ટરનેશનલ પોપ્યુલારિટીને જ નથી દર્શાવતી પણ Metaના તે વિઝનને પણ મજબૂત કરે છે જેમાં યૂઝર્સને તેમના પસંદગીના ચહેરા અને અવાજ દ્વારા પર્સનલાઇજ્ડ એક્સપીરિયન્સ આપી શકાય.

Metaના આ નિર્ણયને લઇને ફેન્સમાં એક્સાઇટમેન્ટ જોવા મળી રહ્યુ છે. લોકો આ જાણવા માટે ઉત્સુક છે કે દીપિકા પાદુકોણના અવાજમાં Meta AI સાથે વાતચીતનો એક્સપીરિયન્સ કેવો રહેશે. સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણની પોસ્ટને લાખો લાઇક્સ અને કોમેન્ટ્સ મળી છે. કેટલાક યૂઝર્સે તેને 'ભવિષ્યની ઝલક' બતાવી છે જ્યારે કેટલાકે મજાકમાં લખ્યુ કે હવે તે રોજ દીપિકા પાદુકોણ સાથે વાત કરશે. આ સહયોગથી સ્પષ્ટ છે કે ટેકનોલોજી અને એન્ટરટેઇનમેન્ટની દુનિયા હવે એક બીજાની નજીક આવી રહી છે.

 

 

ટોપિક્સ:Meta AIdeepika padukone