મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO / 'મને ખબર નથી કે...', કલ્કીની સફળતાથી ખુશ થઈ દીપિકા, પતિ રણવીરની પ્રતિક્રિયા જોવા જેવી

નાગ અશ્વિનની સાયન્સ-ફિક્શન ફિલ્મ 'કલ્કી 2898 એડી' 27 જૂને રિલીઝ થઈ હતી અને ત્યારથી આ ફિલ્મન

VIDEO / 'મને ખબર નથી કે...', કલ્કીની સફળતાથી ખુશ થઈ દીપિકા, પતિ રણવીરની પ્રતિક્રિયા જોવા જેવી

નાગ અશ્વિનની સાયન્સ-ફિક્શન ફિલ્મ 'કલ્કી 2898 એડી' 27 જૂને રિલીઝ થઈ હતી અને ત્યારથી આ ફિલ્મને અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, દિશા પટણી અને કમલ હાસન જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ છેલ્લા 13 દિવસથી બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેનાથી દીપિકા પાદુકોણ ખૂબ ખુશ થઈ ગઈ છે અને તેણે એક વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર તેની ખુશી વ્યક્ત કરી છે.

દીપિકા અને રણવીરની પ્રતિક્રિયા

જે વીડિયો સામે આવ્યો છે તેમાં દીપિકા સાથે રણવીર સિંહની પ્રતિક્રિયા પણ જોઈ શકાય છે. રણવીર સિંહે જણાવ્યું કે મોમ ટુ બી દીપિકા પાદુકોણની તાજેતરની ફિલ્મ 'કલ્કી 2898 AD' જોયા પછી તેને કેવું લાગ્યું. થોડા દિવસ પહેલા રણવીર અને દીપિકા પાદુકોણ એક સાથે ફિલ્મ જોવા ગયા હતા. મંગળવારે રાત્રે દીપિકાએ બંનેનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ થિયેટરમાં સાથે જોવા મળે છે. વીડિયોની શરૂઆત રણવીર કહે છે, 'આ પ્રકારની ફિલ્મ જોવી ખરેખર વિચિત્ર છે, જ્યાં દીપિકાનું પાત્ર પ્રેગ્નેન્ટ છે અને તે રિયલ લાઈફમાં પણ પ્રેગ્નેન્ટ છે અને એવું લાગે છે કે આ શું થઈ રહ્યું છે.' ક્લિપમાં દીપિકા કહે છે, 'મને ખબર નથી કે શું અનુભવું. હું પ્રતિક્રિયાઓથી થોડી અભિભૂત છું.'

ફેન્સની પ્રતિક્રિયા

ફેન્સની પ્રતિક્રિયાઓ પણ ક્લિપનો ભાગ હતી. એક વ્યક્તિએ તેને 'અદ્ભુત' ગણાવી, જ્યારે એક ફેને કહ્યું કે કલ્કિ 2898 એડી 'અદ્ભુત' હતી. અન્ય એક વ્યક્તિએ કહ્યું, 'હવે સિનેમેટિક યુનિવર્સમાં સંપૂર્ણ રીતે સામેલ છું.' જ્યારે એક મહિલાએ કહ્યું, 'તે એક અદ્ભુત અનુભવ હતો'. વીડિયો શેર કરતાં દીપિકાએ લખ્યું, 'તમારો મનપસંદ ભાગ કયો હતો? કમેન્ટ કરો.'

આ સમાચાર શેર કરો