રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ વિકી કૌશલની ફિલ્મ 'છાવા', આ સીનને લઈને ઉઠ્યા સવાલો
વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' આવતા મહિને રિલીઝ થવા જઈ રહી છે. આ એક ઐતિહાસિક એક્શન ફિલ્મ છે જે સંભાજ

વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' આવતા મહિને રિલીઝ થવા જઈ રહી છે. આ એક ઐતિહાસિક એક્શન ફિલ્મ છે જે સંભાજી મહારાજ પર આધારિત છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ સંભાજીની ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે રશ્મિકા મંદાના યેસુબાઈના રોલમાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી તેને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. ફિલ્મમાં સંભાજી અને યેસુબાઈને ડાન્સકરતા દર્શાવવામાં આવેલા સીન સામે મરાઠા જૂથોએ વાંધો ઉઠાવ્યો છે.
આ પણ વાંચો: VIDEO / સંભાજી મહારાજની ભૂમિકામાં ચમક્યો વિક્કી કૌશલ, રિલીઝ થયું 'છાવા'નું ટ્રેલર
રિલીઝ પહેલા જ વિવાદ
વિકી કૌશલની આગામી ઐતિહાસિક એક્શન ફિલ્મ મરાઠા રાજા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. તે આવતા મહિને રિલીઝ થશે, પરંતુ તે પહેલાં જ તેના પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. ટ્રેલર રિલીઝ થયા પછી આ ફિલ્મ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. મરાઠા જૂથે ફિલ્મના એક સીન સામે વાંધો ઉઠાવ્યો છે. મરાઠા સંગઠન સંભાજી બ્રિગેડે ફિલ્મમાં વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાના ડાન્સ સિક્વન્સ સામે વાંધો ઉઠાવ્યો છે.
ફિલ્મમાંથી સીન દૂર કરવાની માંગ
મરાઠા જૂથે ફિલ્મમાંથી આ સીન દૂર કરવાની માંગ કરી છે. ફિલ્મમાંથી આ સીન દૂર કરવાની માંગ કરતા સંભાજી બ્રિગેડે કહ્યું કે તેઓ ખુશ છે કે સંભાજી મહારાજ પર હિન્દી ફિલ્મ બનાવવામાં આવી છે, પરંતુ આ ડાન્સ સીન દ્વારા સંભાજી મહારાજનું અપમાન કરવામાં આવી રહ્યું છે. તેને ફિલ્મમાંથી દૂર કરવું જોઈએ.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
આ ફિલ્મમાં વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાના ઉપરાંત અક્ષય ખન્ના પણ છે. આ ફિલ્મમાં અક્ષય મુઘલ સમ્રાટ ઔરંગઝેબની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ઉપરાંત વિનીત કુમાર સિંહ, આશુતોષ રાણા, દિવ્યા દત્તા, નીલ ભૂપાલમ, સંતોષ જુવેકર અને પ્રદીપ રાવત પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થશે.






