Chhaava વિક્કી કૌશલની ફિલ્મે મોટાગજાની ફિલ્મોને આપી ટક્કર, આટલી કમાણી કરી, વાંચો
બોલિવૂડના અભિનેતા વિક્કી કૌશલે છાવા ફિલ્મથી ફેંસના દિલમાં

બોલિવૂડના અભિનેતા વિક્કી કૌશલે છાવા ફિલ્મથી ફેંસના દિલમાં સ્પેશિયલ સ્થાન બનાવી લીધું છે. છાવા ફિલ્મે વિક્રમ જનક કમાણી કરી થે અને હજી પડદા પર છે. હજી સ્ત્રી-2થી પાછળ છે. છાવાને 12 કરોડના કલેક્શનની જરૂર છે.
આ છઠ્ઠા મંગળવારે છવા કલેક્શન હતું
એક ખાનગી રિપોર્ટ અનુસાર, આ ફિલ્મે 40માં દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં 0.47 કરોડની કમાણી કરી છે. એવા અહેવાલો છે કે આ ફિલ્મ નાઇટ શો સહિત ૧ થી ૧.૫ કરોડ રૂપિયાની કમાણી કરશે. હાલમાં ફિલ્મનું કુલ કલેક્શન 585.57 કરોડ રૂપિયા છે. સત્તાવાર અંતિમ આંકડા જાહેર થયા પછી ફિલ્મના કલેક્શનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
છાવા ફિલ્મે આ બધી ફિલ્મોને પછાડી દીધી
છાવાએ મોટા-મોટા સ્ટાર્સને પછાડી દીધા છે. છાવાએ શાહરુખ ખાનની પઠાન (543.09 કરોડ ), રણબીર કરૂપની એનિમલ 553.87 કરોડ), ગદર- 2 (525.7 કરોડ) અને આમિર ખાનની પીકે (340.80 કરોડ) ને પાછળ ધકેલી દીધી છે.
વિક્કી કૌશલની છાવાનું કલેક્શન કંઈક આવું રહ્યું
મળતી માહિતી અનુસાર, છાવા મુવીમાં વિક્કી કૌશલ લીડ રોલમાં છે. રશ્મિકા મંદાના ફીમેલ લીડ રોલમાં છે અને અક્ષય ખન્નાએ ઔરંગઝેબનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મે 31 કરોડની ઓપનિંગ કરી હતી. પ્રથમ વીકમાં આ ફિલ્મે 200 કરોડની ક્લબમાં એન્ટ્રી મારી લીધી હતી. ફિલ્મે 219.25 કરોડ કમાણી કરી લીધી હતી. બીજા વીકમાં આ ફિલ્મે 180.25 કરોડનો બિઝનેસ કર્યો. ત્રીજા અઠવાડિયામાં આ ફિલ્મો 84.05 કરોડનું જંગી ક્લેકન કર્યું છે. ચોથા વીકમાં આ ફિલ્મે 55.95 કરોડની કમાણી કરી છે. જ્યારે પાંચમા અઠવાડિયામાં આ ફિલ્મે 33.35 કરોડનું કલેક્શન એકઠું કર્યું છે.








