Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Canadian rapper makes serious accusations against Punjabi singer of cheating on his wife

કેનેડિયન રેપરે પંજાબી સિંગર પર લગાવ્યો પત્નીને દગો આપવાનો ગંભીર આરોપ, સોશિયલ મીડિયા પર ખુલી પોલ

Timeછેલ્લું અપડેટ : 14 Jan 2026
લાઇવ ટીવીGoogle News
કેનેડિયન રેપરે પંજાબી સિંગર પર લગાવ્યો પત્નીને દગો આપવાનો ગંભીર આરોપ, સોશિયલ મીડિયા પર ખુલી પોલ
સોર્સ : GSTV

Karan Aujla: વિકી કૌશલની ફિલ્મ 'Bad Newz'ના 2024ના હિટ ગીત 'તૌબા તૌબા'થી ધૂમ મચાવનાર પંજાબી સિંગર અને રેપર કરણ ઔજલા અત્યારે ચર્ચામાં છે. કેનેડિયન રેપર અને એક્ટ્રેસ મિસ ગોરીએ (Ms Gori) આ પંજાબી સંગીતકાર પર આરોપ લગાવ્યો છે કે, કરણ પોતે પરણેલો હોવાની વાત છુપાવીને તેની સાથે સંબંધોમાં રહ્યો હતો. એટલું જ નહીં, તેણે એવો પણ આક્ષેપ કર્યો છે કે ઔજલા અને તેની ટીમ તેનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

App Store

પંજાબી સિંગર પર પત્નીને દગો આપવાનો આરોપ! કેનેડિયન યુવતીએ કહ્યું- મને ચૂપ કરાવવા ઘણા પ્રયાસ કરાયા 2 - image

શું છે સમગ્ર મામલો?

કેનેડિયન આર્ટિસ્ટે સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો છે કે કરણ ઔજલાની પત્ની પલક ઔજલા હોવા છતાં સિંગરે તેની સાથે સંબંધ રાખ્યા હતા. જ્યારે તેને આ વાતની જાણ થઈ અને તેણે સવાલ ઉઠાવ્યા, ત્યારે તેને ચૂપ કરી દેવામાં આવી હતી અને જાહેરમાં બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો.

પંજાબી સિંગર પર પત્નીને દગો આપવાનો આરોપ! કેનેડિયન યુવતીએ કહ્યું- મને ચૂપ કરાવવા ઘણા પ્રયાસ કરાયા 3 - image

આ આર્ટિસ્ટે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે કરણની ટીમે ભારતીય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો સંપર્ક કરીને તેના વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવી હતી.

પંજાબી સિંગર પર પત્નીને દગો આપવાનો આરોપ! કેનેડિયન યુવતીએ કહ્યું- મને ચૂપ કરાવવા ઘણા પ્રયાસ કરાયા 4 - image

સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ વાયરલ

આ સમગ્ર મામલે ત્યારે ગંભીર વળાંક આવ્યો જ્યારે આ આર્ટિસ્ટના નિવેદનના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા. આ પોસ્ટમાં એવો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં કેનેડા અને અમેરિકાની પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

પંજાબી સિંગર પર પત્નીને દગો આપવાનો આરોપ! કેનેડિયન યુવતીએ કહ્યું- મને ચૂપ કરાવવા ઘણા પ્રયાસ કરાયા 5 - image

આર્ટિસ્ટના જણાવ્યા અનુસાર, પશ્ચિમી દેશોમાં તેને બદનામ કરવા માટે તેના વિરુદ્ધ ખોટા ફોજદારી આરોપો અને અફવાઓ ફેલાવવામાં આવી હતી. આ વિવાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજી રહ્યો છે અને એવા પણ અહેવાલ છે કે એક પ્રતિષ્ઠિત કેનેડિયન મીડિયા હાઉસ ટૂંક સમયમાં જ આ આર્ટિસ્ટનું વિસ્તૃત ઇન્ટરવ્યૂ લેવાનું છે, જેમાં તે કરણ ઔજલા સાથેના પોતાના સંબંધો અને ટીમના કથિત કાવતરાઓ વિશે વધુ ખુલાસા કરી શકે છે.