બોલીવૂડને આ અભિનેતાના કારણે મળ્યો સુપર સ્ટાર સન્ની દેઓલ, ઘાતક અને ઘાયલ દીધી હતી છોડી, 7 ફિલ્મો ગઈ છે ઓસ્કારમાં
સની દેઓલની ઘાતક અને ઘાયલ બે એવી ફિલ્મો છે. જેણે તેની કારકિર્દીને નવી ઓળખ આપી. 90ના દાયકામાં આ બંને

સની દેઓલની ઘાતક અને ઘાયલ બે એવી ફિલ્મો છે. જેણે તેની કારકિર્દીને નવી ઓળખ આપી. 90ના દાયકામાં આ બંને ફિલ્મોએ ચાહકોના દિલમાં એવી જગ્યા બનાવી કે, આજે પણ અભિનેતાની ઇમેજ એવી જ છે. જાણીને નવા લાગશે કે, રાજકુમાર સંતોષીએ આ ફિલ્મ બીજા સુપરસ્ટાર માટે લખી હતી. પરંતુ છેલ્લી ઘડીએ ફિલ્મ માટે નિર્માતા ન હોવાને કારણે તેણે સ્ટાર કાસ્ટ બદલી નાખી. જો કે, નવા કલાકારો સાથે પણ તે ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ.
આ પણ વાંચોઃ'રોહિત શર્મા સાથે હું રિલેશનેશીપમાં હતી...', વિદેશી મોડેલના દાવાથી ફેન્સ ચોંક્યા!
ફિલ્મોએ કરી ધૂમ કમાણી
IMdb અનુસાર, રાજકુમાર સંતોષીએ કમલ હસન માટે ઘાતક અને ઘાયલ ફિલ્મો લખી હતી. પરંતુ કોઈ નિર્માતા ફિલ્મને સમર્થન આપવા તૈયાર ન હોવાથી તેણે સ્ટાર કાસ્ટ બદલી નાખી. ત્યારબાદ ઘાયલ અને ઘાતકમાં સની દેઓલને મુખ્ય અભિનેતા તરીકે કાસ્ટ કરવામાં આવ્યો હતો. બંને ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ઘાયલે 2.5 કરોડના બજેટ સાથે 20 કરોડની કમાણી કરી હતી. જ્યારે ઘાતકે 6.2 કરોડના બજેટ સાથે 26.57 કરોડની કમાણી કરી હતી.
7 ફિલ્મો ઓસ્કારમાં ગઈ
કમલ હાસનની વાત કરીએ તો તે, 7 ઓક્ટોબરે પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તે છેલ્લે કલ્કિ 2898ADમાં મહત્વની ભૂમિકામાં જોવા મળ્યો હતો. કમલ હાસનની 7 ફિલ્મો શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ શ્રેણીમાં ઓસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલવામાં આવી હતી. જે કોઈપણ ભારતીય દ્વારા મોકલવામાં આવેલી સૌથી વધુ સંખ્યા છે.
ગર્ભવતી થઈ ત્યારે સારિકા સાથે લગ્ન કર્યા
અંગત જીવનની વાત કરીએ તો, કમલ હાસને પહેલા લગ્ન વાણી ગણપતિ સાથે કર્યા હતા. જ્યારે કમલ હાસનના લગ્ન થયા ત્યારે તેઓ માત્ર 24 વર્ષના હતા. બંને વચ્ચે ઘણા લાંબા સમયથી સંબંધો ખૂબ જ સારા ચાલ્યા હતા. પરંતુ આ સંબંધ લાંબા ન ચાલ્યા અને વાત ઝડપથી છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. કમલ હાસને 1978માં આ ક્લાસિકલ ડાન્સર સાથે લગ્ન કર્યા હતા અને 1988માં છૂટાછેડા લીધા. આ પછી તેણે સારિકા સાથે લગ્ન કર્યા હતા. તે સારિકા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. જ્યારે સારિકા ગર્ભવતી થઈ ત્યારે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ લગ્નથી તેમને બે દીકરીઓ પણ છે, શ્રુતિ અને અક્ષરા. પરંતુ 2004માં સારિકા અને કમલ હાસનના પણ છૂટાછેડા થઈ ગયા.








