Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Bollywood actress's brother absconding in drug case! Police launch search

બોલિવૂડ એક્ટ્રેસનો ભાઈ ડ્રગ કેસમાં ફરાર! પોલીસે શરૂ કરી શોધખોળ

Timeછેલ્લું અપડેટ : 29 Dec 2025
લાઇવ ટીવીGoogle News
બોલિવૂડ એક્ટ્રેસનો ભાઈ ડ્રગ કેસમાં ફરાર! પોલીસે શરૂ કરી શોધખોળ
સોર્સ : GSTV

મુંબઈ: એકટ્રેસ રકૂલ પ્રીત સિંઘનો ભાઈ અમનપ્રીત સિંઘ હૈદરાબાદના ડ્રગ કેસમાં ફરાર થઈ ગયો છે. હાલ હૈદરાબાદ પોલીસ તેને શોધી રહી છે. 

App Store

Rakul Preet Singh: रकुल प्रीत सिंह के भाई अमन ने ऑर्डर किया था ड्रग्स, जैसे  ही पहुंचा पैडलर, पुलिस ने दबोचा - News18 हिंदी

હૈદરાબાદ  પોલીસે તાજેતરમાં કેટલાક ડ્રગ સપ્લાયરોને પકડયા હતા. તેઓ બહુ પસંદગીના ગ્રાહકોને ડ્રગ સપ્લાય કરતા હતા. અમન પણ તેમાંનો એક હોવાનું જણાયું છે. પોલીસે જોકે અમને આ કેસમાં આરોપી નહિ પરંતુ ડ્રગના ગ્રાહક તરીકે ઓળખીને તેની તપાસ હાથ ધરી છે. 

અગાઉ જુલાઈ ૨૦૨૪માં પણ અમન સિંઘ ડ્રગ લેતાં  પકડાયો હતો. તેનું નામ વારંવાર એકથી વધુ ડ્રગ કેસમાં આવ્યું હોવાથી પોલીસ તેને શોધી રહી છે. પોલીસને આશા છે કે અમન પાસેથી તેને ડ્રગ વેચનારાઓનાં સમગ્ર નેટવર્કની માહિતી મળી શકે છે. પોલીસે અમનને પકડવા માટે જાળ બિછાવી છે અને ઠેકઠેકાણે તપાસ આદરી છે.