Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Bollywood actor to planning make movie on meghalaya honeymoon case

મેઘાલય હનીમૂન મર્ડર કેસ પર બનશે ફિલ્મ? શું આ ખાન મોટા પડદે દેખાડશે સોનમ-રાજાની કહાણી?

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2025
લાઇવ ટીવીGoogle News
મેઘાલય હનીમૂન મર્ડર કેસ પર બનશે ફિલ્મ? શું આ ખાન મોટા પડદે દેખાડશે સોનમ-રાજાની કહાણી?
સોર્સ : GSTV

બોલિવૂડના પ્રોડ્યુસર અને એક્ટર આમિર ખાનને હાલમાં જ ફિલ્મ 'સિતારે જમીન પર' ની સફળતા મળી છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે, આમિર આગળ એક હાઈ-પ્રોફાઇલ કેસ પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો છે. આ એવો કેસે છેલ્લા ઘણા દિવસથી લોકોના મનમાં લગ્નને લઈને મૂંઝવણની સ્થિતિ પેદા કરી દીધી છે. આ કેસ છે 'મેઘાલય હનીમૂન મર્ડર કેસ', જ્યાં નવપરિણિત દુલ્હન સોનમ પર પોતાના પતિ રાજા રઘુવંશીની હત્યાનો આરોપ લગાવ્યો. આ કેસ આખા દેશમાં ચર્ચાનો વિષય રહ્યો હતો. 

App Store

આમિર દર્શાવશે સોનમ-રાજાની કહાણી?

મળતી માહિતી મુજબ, આમિર ખાન આ કેસના સમાચારને ખૂબ જ નજીકથી ફોલો કરે છે અને પોતાના મિત્રો સાથે તેની વિગતોની ચર્ચા પણ કરે છે. નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તેના પ્રોડક્શન હાઉસની તરફથી આ મુદ્દે કંઈક કામ થઈ શકે છે. જોકે, આમિર અથવા તેની કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.

નવા જોનર પર કરશે કામ?

જો મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની પર્સનલ ચોઈસની તો તેણે હંમેશા એવી કહાણીઓ પસંદ કરે છે, જે સમાજ માટે જરૂરી મુદ્દો ઉઠાવે છે. જેમ કે, 'તારે જમીન પર' અને 'દંગલ'. જો મેઘાલય મર્ડર કેસ પર ફિલ્મ બને છે, તો આ આમિર માટે એક નવી દિશા હશે, જે થ્રિલર અથવા ક્રાઈમ ડ્રામાની તરફ વળે છે. માનવામાં આવી રહ્યું છે કે, આમિર હવે કદાચ એક નવા જોનરમાં કામ કરવા માટે તૈયાર થઈ રહ્યો છે. 

મહાભારત પર પણ કામ શરૂ, ક્યારે કરશે જાહેરાત?

આ દરમિયાન આમિર પોતાના ડ્રીમ પ્રોજેક્ટ 'મહાભારત' પર પણ કામ કરવાની વાત કરી ચૂક્યો છે. તે મહાભારત પર સિરીઝ બનાવવાના પ્લાનિંગમાં છે, જેના પર કામ શરૂ થઈ ચુક્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે સતત એવી કહાણીઓ તપાસમાં છે, જે ડ્રામા, રિયલિઝ્મ અને રસપ્રદ કલ્ચરનો મેળ રાખે છે. હાલ તો આમિર ખાને આ મામલે સત્તાવાર જાહેરાત નથી કરી. પરંતુ, એ નક્કી છે કે, આમિર ખાન આ પ્રોજેક્ટ સાથે જોડાય છે, તો કહાણીની સંપૂર્ણ ઊંડાણ, વિચાર અને સિનેમેટિક ભાષા સાથે રજૂ કરવામાં આવશે.