'Bigg Boss 16'નો વિજેતા અને રેપર Mc Stan ગાયબ! ગુમ થયો હોવાના પોસ્ટર જોઈને આઘાતમાં ફેન્સ
રિયાલ્ટી શો બિગ બોસ સિઝન 16નો વિનર અને જાણીતો રેપર એમસી સ્ટે

રિયાલ્ટી શો બિગ બોસ સિઝન 16નો વિનર અને જાણીતો રેપર એમસી સ્ટેન છેલ્લા કેટલાક દિવસથી ગાયબ હોવાના પોસ્ટર્સ મુંબઈના અનેક વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ એમસી સ્ટેન ગુમ થયો હોવાનો પોસ્ટર્સ ખૂબ વાયરલ થયો છે. એમસી સ્ટેન બિગ બોસ જીત્યા બાદથી સતત ચર્ચામાં રહ્યો છે. તે મોટાભાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતો નથી, પરંતુ જ્યારે પણ કંઈક શેર કરે છે ત્યારે તેના ફેન્સને શોકમાં મુકતો હોય છે. ઈન્ટરનેટ પર હાલ તેની ગુમ થઈ ગયો હોવાની અટકળોએ તેના ફેન્સને હેરાન કરી રહી છે.
ગુમ થયો એમસી સ્ટેન?
સોશિયલ મીડિયા પર તેના ફેન્સ એમસી સ્ટેન ગુમ થઈ ગયો હોવાના પોસ્ટર્સ શેર કરી રહ્યા છે. રેપરના આ પોસ્ટર્સ ગાડીઓ, દિવાલો, ઓટો, થાંભલાઓ પણ લગાવવામાં આવી રહ્યા છે. આ પોસ્ટર્સ મુંબઈ ઉપરાંત પનવેલ, નાસિક, સુરત, અમરાવતી અને નાગપુર સુધી ફેલાયા છે. પોસ્ટરમાં એમસી સ્ટેનનો ફોટો લગાવ્યો છે અને તેના પર લખ્યું છે, ‘ગુમશુદા કી તલાશ’. નીચે તેનું નામ અને વય પણ લખી છે.
શું આપ્યા રિએક્શન
બિગ બોસ 16 વિનરના આ પોસ્ટર્સ જોઈ તેના ફેન્સ ચોંકી ગયા છે. યુઝર્સેના મતે, આ પોસ્ટર્સ તેના ફેન્સે જ લગાવ્યા છે, કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાથી દૂર છે. અન્ય એક યુઝરે કહ્યું કે, ‘તેનો આલ્બમ આવવાનો છે.’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘તે ક્રેઝી છે’. તો વધુ એક યુઝરે કહ્યું કે, ‘જૂના સ્ટેનની શોધમાં ગયો છે કદાચ...’
એમસી સ્ટેનની છેલ્લી પોસ્ટ
એમસી સ્ટેનની છેલ્લી પોસ્ટ 2 સપ્ટેમ્બર, 2024ના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર થઈ હતી. આ વીડિયો તેના કોન્સર્ટનો હતો. ઈન્સ્ટાગ્રામ પર તેના 10.9 મિલિયન ફોલોઅર્સ છે.






