'પંચાયત 4' પર મોટું અપડેટ, જાણો ક્યારે શરૂ થશે નીના ગુપ્તા-જિતેન્દ્ર કુમારની સીરિઝનું શૂટિંગ?
સૌથી વધુ પસંદ કરાયેલ સીરિઝમાંની એક 'પંચાયત' તેની મચઅવેટેડ સિઝન 4 માટે તૈયાર છે

સૌથી વધુ પસંદ કરાયેલ સીરિઝમાંની એક 'પંચાયત' તેની મચઅવેટેડ સિઝન 4 માટે તૈયાર છે. આ સીરિઝ વર્ષની શરૂઆતમાં તેની ત્રીજી સિઝન સાથે આવી હતી. ફૂલેરા ગામમાં બનેલી 'પંચાયત'ની સ્ટોરી, એક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ અભિષેક પર આધારિત છે, જે તેના સ્તરે નોકરી મેળવવામાં અસમર્થ છે. તેથી, તે ગામમાં એક પંચાયત માટે સેક્રેટરી તરીકે કામ કરે છે અને ઘણા સાંસારિક પડકારોનો સામનો કરે છે. આ દરમિયાન સીરિઝની ચોથી સિઝન પર એક મોટું અપડેટ સામે આવ્યું છે, જે ફેન્સને ખુશ કરી દેશે.
આ મહિનાથી શરૂ થશે શૂટિંગ
પ્રાપ્ત માહિતી મુજબ, આગામી સિઝનનું શૂટિંગ આ મહિનામાં જ શરૂ થવાનું છે. એમેઝોન પ્રાઇમ વીડિયોની સીરિઝ 'પંચાયત'ની ચોથી સિઝનનું શૂટિંગ 25 ઓક્ટોબર, 2024થી શરૂ થશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેમાં શોના તમામ લોકપ્રિય પાત્રો - અભિષેક ત્રિપાઠી ઉર્ફે સચિવ જી (જિતેન્દ્ર કુમાર), પ્રધાન પતિ (રઘુબીર યાદવ), મંજુ દેવી (નીના ગુપ્તા), પ્રહલાદ (ફૈઝલ મલિક), વિકાસ શુક્લા (ચંદન રોય), રિંકી (સાન્વિકા), ભૂષણ (દુર્ગેશ કુમાર), બિનોદ (અશોક પાઠક) અને ક્રાંતિ દેવી (સુનીતા રાજવાર) જોવા મળશે.
દર્શકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે નિર્માતાઓએ કરી સખત મહેનત
રિપોર્ટ અનુસાર, 'આ એક દુર્લભ વેબ શો છે જે સમગ્ર પરિવાર માટે યોગ્ય છે અને તેથી તેને દરેક ઉંમરના દર્શકો મળ્યા છે. અત્યાર સુધીની તમામ સિઝન સંતોષકારક રહી છે અને નિર્માતાઓએ સિઝન 4ની સ્ક્રિપ્ટ પર સખત મહેનત કરી છે તે સુનિશ્ચિત કરવા માટે કે તે દર્શકોની અપેક્ષાઓ પર સંપૂર્ણ રીતે ખરી સાબિત થાય.
2026માં રિલીઝ થશે 'પંચાયત 4'
મે 2024માં પંચાયત સિઝન 3ની રિલીઝ વખેત દિગ્દર્શક દીપક કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, તેણે સિઝન ચાર લખવાનું શરૂ કર્યું છે અને તેના માટે, બે સિઝન વચ્ચે કોઈ વિરામ નથી. ડિરેક્ટરે કહ્યું હતું કે, 'ત્રીજી સિઝન પૂરી થઈ ગઈ છે અને અમે સિઝન ફોરના ત્રણથી ચાર એપિસોડ લખી નાખ્યા છે.' ફિલ્મ નિર્માતાએ એક વખત એવો પણ ખુલાસો કર્યો હતો કે, ચોથી સિઝન 2026માં રિલીઝ થશે.
વર્ષ 2000માં શરૂ થઈ હતી 'પંચાયત'
'પંચાયત'ની પહેલી સિઝન 2020માં રિલીઝ થઈ હતી અને તેને ભારે લોકપ્રિયતા મળી હતી. તેની જંગી લોકપ્રિયતાને કારણે, 'પંચાયત'ના નિર્માતાઓ તેની બીજી સિઝન 2022માં લાવ્યા હતા, જ્યારે ત્રીજી સિઝન આ વર્ષની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવી હતી.








