મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: અર્જુન કપૂરે કન્ફર્મ કર્યું મલાઈકા અરોરા સાથે બ્રેકઅપ, જાહેરમાં કહી રિલેશનશિપ વિશે આ વાત

અર્જુન કપૂર અત્યારે તેની અપકમિંગ ફિલ્મ 'સિંઘમ અગેઇન'ને લઈને ચર્ચામાં છે. 'સ

VIDEO: અર્જુન કપૂરે કન્ફર્મ કર્યું મલાઈકા અરોરા સાથે બ્રેકઅપ, જાહેરમાં કહી રિલેશનશિપ વિશે આ વાત

અર્જુન કપૂર અત્યારે તેની અપકમિંગ ફિલ્મ 'સિંઘમ અગેઇન'ને લઈને ચર્ચામાં છે. 'સિંઘમ અગેઇન'ની આખી ટીમ અત્યારે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ 'સિંઘમ અગેઇન'ની સ્ટાર કાસ્ટે દીપોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન અર્જુન કપૂર પણ જોવા મળ્યો હતો. તેણે ટૂંકું ભાષણ આપ્યું હતું જેમાં તેણે મલાઈકા અરોરા સાથેના તેના બ્રેકઅપને કન્ફર્મ પણ કર્યું હતું.

દીપોત્સવની ઉજવણી દરમિયાન, અર્જુન કપૂર બ્લેક પેન્ટ અને બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. આ દરમિયાન તે ફિલ્મની ટીમ સાથે જોવા મળ્યો હતો. અજય દેવગણ ઉપરાંત ટાઈગર શ્રોફ, ડિરેક્ટર રોહિત શેટ્ટી પણ ત્યાં હાજર હતા. તેણે સ્પીચમાં કહ્યું- 'અત્યારે હું સિંગલ છું, રિલેક્સ છું, તેમણે મને ટોલ એન્ડ હેન્ડસમ કહીને સંબોધન કર્યું તો મને એવું લાગ્યું કે હમણાં લગ્નની વાત કરવાના છે. પણ હું સિંગલ છું. હેપ્પી દિવાળી.’

ફેન્સને કરી 'સિંઘમ અગેઇન' જોવાની અપીલ

અર્જુન કપૂરે આગળ કહ્યું - 'હું તે કહીશ જે અજય અને ટાઈગરે પહેલેથી જ કહ્યું છે, અમે તમારા માટે ખૂબ પ્રેમથી ફિલ્મ બનાવી છે. મને આશા છે કે, તમે બધા અમારી ફિલ્મ સાથે દિવાળીની ઉજવણી કરશો. અહીં આવવા બદલ આપ સૌનો આભાર. હું મરાઠી વિચારીને આવ્યો હતો પણ અત્યારે મારા મોંમાંથી એ નીકળતું નથી, બીજી વખતે હું સંપૂર્ણ મરાઠીમાં બોલીશ. ત્યાં સુધી જય મહારાષ્ટ્ર.

ઘણા વર્ષોથી મલાઈકા સાથે રિલેશનશિપમાં હતો અર્જુન

ઉલ્લેખનીય છે કે, અર્જુન કપૂર 2017થી મલાઈકા અરોરા સાથે હતો. બંને લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં. જોકે, થોડા મહિના પહેલા તેમના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ મલાઈકા કે અર્જુને આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. હવે અર્જુનના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, તે મલાઈકાથી અલગ થઈ ગયો છે અને હવે તે સિંગલ છે.

આ સમાચાર શેર કરો