અનન્યા પાંડેએ ઉજવ્યો તેનો જન્મદિવસ, ખાસ સહેલી સુહાના ખાન પણ સાથે હતી

30 ઓક્ટોબરના રોજ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના આ સેલિબ્રેશનમાં તેની ખાસ સહેલી સુહાના ખાન પણ તેની સાથે હાજર રહી હતી. ઉપરાંત તેનો આખો પરિવાર હતો, જેમાં અહાન પાંડે પણ સાથે જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે, અનન્યા પાંડે આજે તેનો 27મો જન્મદિવસ ઉજવી રહી છે. જેમાં અભિનેત્રીએ પહેલા તો મીડિયા સાથે કેક કાપી સેલિબ્રેટ કર્યું પછી તેના પરિવાર અને મિત્રો સાથેની ઉજવણીની તસવીરો શેર કરી હતી. અનન્યાના જન્મદિવસની ઉજવણી તેના ઘરે ભવ્ય રીતે કરવામાં આવી હતી. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટા શેર કર્યા છે.
અનન્યાના જન્મદિવસનો કેક પણ ખૂબ જ ખાસ હતો. તેને મેકઅપની વસ્તુઓ અને શૂઝથી શણગારવામાં આવ્યો હતો. ફોટામાં અભિનેત્રી સફેદ ટોપ અને સફેદ સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી. ઓરીએ પણ તેના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી. તેના જન્મદિવસ પર તેની ખાસ મિત્ર અને અભિનેત્રી સુહાના ખાન અનન્યા સાથે સેલ્ફી લેતી જોવા મળી હતી. કાળા ડ્રેસમાં સુહાના ખૂબ જ સુંદર લાગી રહી હતી.
"સૈયારા" ફેમ અભિનેતા અહાન પાંડે પણ અનન્યાના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે, અહાન અનન્યાનો પિતરાઈ ભાઈ છે. બંને ભાઈ-બહેન વચ્ચે ખાસ સંબંધ છે.

