મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અનંત-રાધિકાના ભવ્ય ફંક્શનમાં હાજરી આપ્યા બાદ, શાહરૂખ ખાન સહિતના સ્ટાર્સ પરત ફર્યા, રાહાએ પોતાના સ્મિતથી જીત્યા બધાના દિલ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાંથી સ્ટાર્સ હવે ઘરે પરત ફરી ર

અનંત-રાધિકાના ભવ્ય ફંક્શનમાં હાજરી આપ્યા બાદ, શાહરૂખ ખાન સહિતના સ્ટાર્સ પરત ફર્યા, રાહાએ પોતાના સ્મિતથી જીત્યા બધાના દિલ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાંથી સ્ટાર્સ હવે ઘરે પરત ફરી રહ્યા છે. ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી, સલમાન ખાન, રણબીર કપૂર-આલિયા ભટ્ટ સહીત અનેક સ્ટાર્સ રાત્રે પોતાના શહેરમાં પાછા ફરતા જોવા મળ્યા હતા.  રણવીર સિંહ અને શાહરૂખ ખાન તેમની પત્ની ગૌરી ખાન અને બાળકો - આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાન સાથે મુંબઈ પરત ફર્યા છે.

આજે, 3 જૂનના રોજ, થોડા સમય પહેલા, શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાન અને બાળકો આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાન સાથે શહેરમાં પાછો ફર્યો હતો. વીડિયોમાં કિંગ ખાન અને તેનો પરિવાર એરપોર્ટથી બહાર નીકળતી વખતે પેપ્સને ટાળતો જોવા મળ્યો હતો. જો કે, પરિવાર કારમાં બેસે તે પહેલા કેમેરા તેમની એક ઝલક કેદ કરવામાં સફળ રહ્યો હતો. તમે આર્યન ખાનને આગળની સીટ પર બેઠેલા જોઈ શકો છો, જ્યારે પરિવારના બાકીના સભ્યો પાછળ બેઠા છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ પોતાની દીકરી સાથે પરત આવ્યા 

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની પુત્રી રાહા સાથે ક્રુઝ પર પાર્ટી કરવા માટે પહોંચ્યું હતું. તાજેતરમાં, કપલ ક્રુઝ પાર્ટીમાંથી મુંબઈ પરત ફર્યું હતું, ત્યારબાદ કપલ કારમાં પુત્રી રાહા કપૂર સાથે જોવા મળ્યું હતું. આ દરમિયાન રાહા ફરી એકવાર પોતાની સ્માઈલથી બધાના દિલ ચોરતી જોવા મળી હતી.

રાહાએ પોતાના સ્મિતથી બધાના દિલ જીતી લીધા

સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાહા કારમાં પિતા રણબીર કપૂરના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે. આ દરમિયાન જેવી રાહાની નજર કેમેરા તરફ પડે છે, પહેલા તો તે થોડીવાર તેને જોતી રહે છે. આ પછી, તે અંતમાં ક્યૂટ સ્માઈલ આપતી જોવા મળે છે. રાહાનો આ ક્યૂટ વીડિયો ફરી એકવાર સમાચારમાં છે. લોકો આ વીડિયો વારંવાર જોવા માટે મજબૂર છે. આ પહેલા અંબાણીની પાર્ટીમાંથી રાહાની એક તસવીર સામે આવી હતી, જેમાં તે માતાના ખોળામાં આઈસ્ક્રીમ ખાતી જોવા મળી હતી.

રણવીર સિંહ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાંથી  મુંબઈ પાછો ફર્યો

વધુમાં, ટૂંક સમયમાં જ બનેલા પિતા બનવા જઈ  રહેલો રણવીર સિંહ પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી પાછો આવ્યો છે.  'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના આ અભિનેતાએ મોનોક્રોમેટિક દેખાવમાં સ્વેગ સાથે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તે ખાનગી એરપોર્ટની બહાર આવ્યો અને  સ્મિત સાથે પેપ્સનું અભિવાદન કર્યું હતું. રણવીર તેની વધેલી દાઢી અને મૂછમાં સુંદર દેખાતો હતો. તે બ્લેક જેકેટ અને મેચિંગ ટોપી સાથે સફેદ ટી-શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. 

અનંત અને રાધિકાનું બીજું પ્રિવેડિંગ શાનદાર ક્રુઝ પર યોજાયું હતું જેમાં સલમાન ખાન, રણબીર કપૂર-આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર અને તેનો બોયફ્રેન્ડ શિખર પહારિયા, સારા અલી ખાન અને તેના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન, શનાયા કપૂર સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સે આ ભવ્ય ઉજવણીમાં હાજરી આપી હતી. વધુમાં, વૈશ્વિક સેલિબ્રિટી કેટી પેરી, પીટબુલ અને એન્ડ્રીયા બોસેલી અને પંજાબી સિંગર ગુરુ રંધાવાએ તેમની અનોખી સંગીત શૈલીઓથી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. વાયરલ થયેલા એક વીડિયોમાં એડમ સેન્ડલર પણ સેલિબ્રેશનની મજા લેતા જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો