મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Anant-Radhika Wedding / સમૂહ લગ્ન બાદ હવે ઘરે આવશે નવી વહુ, આજથી શરૂ થયા અનંત-રાધિકાના વેડિંગ ફંક્શન

મુકેશ અંબાણીનો પુત્ર અનંત અંબાણી લગ્ન કરવા જઈ રહ્યો છે. અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા અંબા

Anant-Radhika Wedding / સમૂહ લગ્ન બાદ હવે ઘરે આવશે નવી વહુ, આજથી શરૂ થયા અનંત-રાધિકાના વેડિંગ ફંક્શન

મુકેશ અંબાણીનો પુત્ર અનંત અંબાણી લગ્ન કરવા જઈ રહ્યો છે. અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા અંબાણી પરિવારે મંગળવારે 50 ગરીબ યુગલોના લગ્નનું આયોજન કર્યું હતું. અંબાણી પરિવાર દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન પૂર્ણ થયા બાદ હવે રાધિકા-અનંતના લગ્નના ફંક્શન આજથી શરૂ થવા જઈ રહ્યા છે. લોકો અનંત અને રાધિકાના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ Jio વર્લ્ડ સેન્ટરમાં થવા જઈ રહ્યા છે. લગ્નના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે. સમૂહ લગ્ન બાદ નીતા અંબાણીએ કહ્યું છે કે આ સાથે તેમના ઘરે લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. અંબાણી પરિવારે મુંબઈથી લગભગ 100 કિલોમીટર દૂર પાલઘરમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અંબાણી પરિવારે દરેક નવવિવાહિત યુગલને સોનાનું મંગળસૂત્ર, લગ્નની વીંટી અને ઇયરરિંગ્સ સાથે નોઝ પિન આપ્યા હતા. ટો રિંગ અને પાયલ જેવા ચાંદીના દાગીના પણ આપ્યા હતા. તેમજ રૂ.1 લાખનો ચેક શગુન તરીકે આપવામાં આવ્યો હતો.

અનંત અને રાધિકાના લગ્નના ફંક્શન

અનંત અને રાધિકાના લગ્નના ફંક્શનની વાત કરીએ તો તે 12 જુલાઈથી શરૂ થશે. 12 જુલાઈના રોજ  લગ્ન થશે. જે પછી 13 જુલાઈનો દિવસ શુભ આશીર્વાદનો દિવસ રહેશે. આ દિવસે લોકો નવવિવાહિત યુગલને આશીર્વાદ આપવા આવશે. આ પછી 14 જુલાઈના રોજ મંગલ ઉત્સવ અથવા લગ્નનું રિસેપ્શન યોજાશે. આ ત્રણ દિવસમાં વિશ્વભરમાંથી પ્રખ્યાત લોકો ફંક્શનમાં આવવાના છે. અનંત-રાધિકાના લગ્નમાં બોલિવૂડની સાથે હોલીવુડના સ્ટાર્સ પણ પરફોર્મ કરવાના છે.

પ્રી-વેડિંગ ફંક્શનમાં ખૂબ જ ધૂમ મચી હતી

માર્ચ મહિનમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરાયું હતું. જેમાં રિહાન્નાએ પરફોર્મ કર્યું હતું. આ સિવાય બોલિવૂડના ઘણા સેલેબ્સે પણ પરફોર્મન્સ આપ્યું હતું. સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાને પણ પહેલીવાર સાથે પરફોર્મ કર્યું હતું. ત્રણેય ખાનને એકસાથે જોઈને ફેન્સ પણ ખૂબ ખુશ થયા હતા.

આ સમાચાર શેર કરો