અમિતાભ બચ્ચને ફગાવેલી ફિલ્મે વિનોદ ખન્નાને બનાવ્યો હતો સુપરસ્ટાર, અઢી કરોડના બજેટમાં બનેલી ફિલ્મે કરોડોની કરી કમાણી

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પોતાની કરિયરમાં કેટલીક બ્લૉકબસ્ટર ફિલ્મ આપી છે. અમિતાભ બચ્ચને ઇન્ડસ્ટ્રીના લગભગ મોટાભાગની એક્ટ્રેસ સાથે સ્ક્રીન શેર કરી છે. અમિતાભ બચ્ચને ફગાવેલી એક ફિલ્મે વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનાવી દીધો હતો.
બિગ બીએ નકારેલી બોલિવૂડની સુપરહિટ ફિલ્મ
અમે વાત કરી રહ્યાં છીએ વર્ષ 1980માં રિલીઝ થયેલી ફિલ્મ 'કુરબાની'ની. આ ફિલ્મમાં વિનોદ ખન્ના, જીન્નત અમાન અને ફિરોઝ ખાન લીડ રોલમાં હતા.
ફિરોઝ ખાનના ડિરેક્શનમાં બનેલી 'કુરબાની' માટે પ્રથમ પસંદ અમિતાભ બચ્ચન હતા. બિગ બીના ઇનકાર કર્યા બાદ આ રોલ વિનોદ ખન્નાને સોપવામાં આવ્યો હતો.
'કુરબાની'માં વિનોદ ખન્ના અને જીન્નત અમાનની જોડીને પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મને દર્શકોએ પસંદ કરી હતી. આ ફિલ્મ મુંબઇના થિયેટરોમાં ત્રણ મહિના સુધી ચાલી હતી. ફિલ્મ જોવા માટે દર્શકો મોટી સંખ્યામાં થિયેટરમાં પહોંચ્યા હતા.
અઢી કરોડના બજેટમાં બનેલી ફિલ્મે કરોડોની કમાણી કરી
એક્શન,રોમાન્સ અને ડ્રામાથી ભરેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. માત્ર અઢી કરોડના બજેટમાં બનેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર 25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

