Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Amidst divorce rumors, Aishwarya-Abhishek's video goes viral, fans say - 'This couple...'

Video: છૂટાછેડાની અફવાઓ વચ્ચે Aishwarya-Abhishek નો વીડિયો વાયરલ , ચાહકો બોલ્યા- 'આ જોડી...'

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય દંપતી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન હંમેશા ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણા સમયથી બંનેના અલગ થવાની અટકળો ચાલી રહી છે. ખરેખર, ઐશ્વર્યા રાય તેમની પુત્રી આરાધ્યા સાથે સાસરેથી અલગ રહે છે. એવું કહેવાય છે કે અભિનેત્રીના બચ્ચન પરિવાર સાથે સંબંધો સારા નથી. જોકે, ઐશ્વર્યા રાય અને તેમની પુત્રી ઘણીવાર અભિષેક બચ્ચન સાથે જોવા મળે છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઐશ્વર્યા રાય, આરાધ્યા અને અભિષેક બચ્ચન સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

App Store

ઐશ્વર્યા રાયનો પતિ અને પુત્રી સાથેનો વીડિયો વાયરલ

ઐશ્વર્યા રાય તેમની પુત્રી આરાધ્યા સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા અને તેમને લેવા માટે અભિષેક બચ્ચન આવ્યા હતા. એરપોર્ટથી બહાર નીકળતાં જ માતા અને પુત્રી કારમાં બેસીને ચાલ્યા ગયા.  અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને આરાધ્યાને સાથે જોઈને ચાહકો ખૂબ ખુશ દેખાયા. માતા અને પુત્રીએ બ્લેક રંગનો ડ્રેસ પહેર્યો હતો અને બંનેએ કેપ પહેરી હતી. ઐશ્વર્યા રાય અને આરાધ્યાની બ્લેક ટ્યુનિંગ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે, "આ બંને સાથે કેટલા સુંદર લાગે છે." એક યૂઝરે લખ્યું છે, "માતા-પુત્રીની અદ્ભુત જોડી છે." એક યૂઝરે લખ્યું છે, "આરાધ્યા કેટલી ખુશ દેખાય છે." એક યૂઝરે લખ્યું છે, "બંનેનું ડ્રેસિંગ સેન્સ જુઓ."

ઐશ્વર્યા રાય સાસરેથી રહે છે દૂર

નોંધનીય છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન 2007માં થયા હતા. આ દંપતી 2011માં પુત્રી આરાધ્યાના માતા-પિતા બન્યા હતા. જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય ઘણા સમયથી અભિષેક બચ્ચનના પરિવારથી દૂર રહે છે. જોકે, અનેક ઇવેન્ટ્સમાં અભિષેક બચ્ચન તેમના પરિવાર સાથે, જ્યારે ઐશ્વર્યા રાય તેમની પુત્રી આરાધ્યા સાથે જોવા મળે છે.