VIDEO: શ્રી સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યો અંબાણી પરિવાર, ગર્ભગૃહમાં કરી વિશેષ પૂજા
સોર્સ : GSTV
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પરિવાર સાથે ભક્તિમય અંદાજમાં જોવા મળ્યા છે. મુકેશ અંબાણીએ મુંબઈના પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં પહોંચીને ગણપતિ બાપ્પાની વિશેષ પૂજા-અર્ચના કરી હતી.આ મુલાકાત દરમિયાન મુકેશ અંબાણીની સાથે તેમના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. અંબાણી પરિવાર કોઈપણ શુભ કાર્યની શરૂઆત કે વિશેષ પ્રસંગોએ સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા અચૂક પહોંચે છે. મંદિર પરિસરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેમણે સામાન્ય ભક્તોની જેમ જ શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવ્યું હતું.

