VIDEO: સ્ટાઈલ આઈકોન્સ Saif Ali Khan and Kareenaનો 'રોયલ લુક' ફરી ચર્ચામાં, કપલના કેઝ્યુઅલ આઉટિંગનો Video Viral
સોર્સ : GSTV
બોલીવુડનું સૌથી લોકપ્રિય કપલ, સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તાજેતરમાં જ આ સ્ટાર કપલ મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રા ખાતે જોવા મળ્યું હતું. હંમેશાની જેમ આ વખતે પણ તેમની સ્ટાઈલિશ એન્ટ્રીએ ફેન્સ અને પેપરાઝીનું ધ્યાન ખેંચ્યું છે.બાંદ્રામાં જોવા મળેલી કરીના કપૂર તેના કેઝ્યુઅલ છતાં ક્લાસી લુકમાં નજરે પડી હતી, જ્યારે સૈફ અલી ખાન તેના સિગ્નેચર અંદાજમાં જોવા મળ્યો હતો. કરીના અને સૈફ ઘણીવાર પોતાના બાળકો સાથે અથવા અંગત કામ અર્થે બાંદ્રાની ગલીઓમાં સ્પોટ થતા હોય છે.

