VIDEO: અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી, જાણો શું છે સમગ્ર મામલો
હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને 'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી

હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને 'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં થિયેટર માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: પુષ્પા 2ના પ્રીમિયર પર મહિલાના મોતથી દુ:ખી થયો અલ્લૂ અર્જુન, પરિવારને 25 લાખ દાનમાં આપ્યા
ફિલ્મ 'પુષ્પા-2' અને ખુદ અલ્લુ અર્જુનની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે લોકો તેની એક ઝલક જોવા આતુર રહે છે. આ અનુસંધાનમાં, તેની ફિલ્મોના પ્રમોશન માટે અલ્લુ અર્જુન સંધ્યા થિયેટરમાં પણ પહોંચ્યો હતો. કદાચ તેને અંદાજ પણ ન હતો કે અહીં આટલી ભીડ હશે. પરંતુ અહીં ભારે ભીડ એકઠી થઈ ગઈ, જેના કારણે આ દુ:ખદ ઘટના બની હતી.
આ પણ વાંચો: VIDEO: પુષ્પા-2ની સ્ક્રિનિંગ દરમિયાન મહિલાના મોત મામલે અલ્લુ અર્જુનને કહ્યું, ‘શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના'
અલ્લુ અર્જુન અકસ્માત બાદથી પીડિત પરિવારને મદદ કરી રહ્યો છે. તેણે આ અકસ્માત અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારને આર્થિક મદદ અને સારવારનું વચન આપ્યું હતું. અલ્લુ અર્જુને પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: VIDEO: પુષ્પા-2ની સ્ક્રિનિંગ દરમિયાન મહિલાના મોત મામલે અલ્લુ અર્જુનને કહ્યું, ‘શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના'
હજુ આ સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છીએ....






