VIDEO: ફિટનેસ બોલ પર બેલેન્સ કરવાના ચક્કરમાં ધડામ કરતી પડતી અલાયા એફ
અભિનેત્રી અલાયા એફને તાજેતરમાં એકસરસાઈઝ કરતી વખતે અકસ્માત થયો હતો, જેમાં તે નીચે પડી ગઈ હ

અભિનેત્રી અલાયા એફને તાજેતરમાં એકસરસાઈઝ કરતી વખતે અકસ્માત થયો હતો, જેમાં તે નીચે પડી ગઈ હતી. અલાયાનો એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફિટનેસ બોલ પર બેલેન્સ કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ પ્રક્રિયામાં તે કૂદીને બોલ પર બેલેન્સ કરવા જતા નીચે પડી જાય. અલાયાને થોડી ઈજા થઈ હોય તેવું લાગે છે, પણ અંતમાં તે હસતી જોવા મળે છે. વીડિયોમાં લખવામાં આવ્યું છે, "આ જ કારણ છે તમારે ઘરે સુપરવાઈઝર વગર ક્યારેય ટ્રાય ન કરવું જોઈએ"
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર Viral Bhayaniના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને એક કલાકમાં જ ઘણા વ્યુઝ મળી ચુક્યા છે. આ વીડિયો પર કેટલાક લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. જેમાં અમુક લોકો અભિનેત્રી માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક તેની મજાક પણ ઉડાવી રહ્યા છે.
અલાયા આ ફિલ્મોમાં જોવા મળી હતી
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં 'બડે મિયાં છોટે મિયાં' અને 'શ્રીકાંત'માં જોવા મળી હતી. આ બંને ફિલ્મોમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. અલાયાએ હાલમાં કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. અલાયા એફ એ વર્ષ 2020માં સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ 'જવાની જાનેમન' થી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી તે 'ફ્રેડી'માં નેગેટિવ રોલમાં જોવા મળી હતી, જેના માટે તેને ઘણી પ્રશંસા મળી હતી.






