અક્ષય કુમારના ફેન્સ માટે સારા સમાચાર, એક્ટરે શેર કરી 'ભૂત બંગલા'ની રિલીઝ ડેટ
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેની હિટ ફિલ્મ 'હેરા ફેરી' પછી પ્રિયદર્શન સાથે ફરી કામ કરવા રહ્યો છે. એક્ટ

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેની હિટ ફિલ્મ 'હેરા ફેરી' પછી પ્રિયદર્શન સાથે ફરી કામ કરવા રહ્યો છે. એક્ટરે થોડા સમય પહેલા જ ફિલ્મ 'ભૂત બંગલા'ની જાહેરાત કરી હતી. હવે તેણે આ હોરર કોમેડી ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.
આ પણ વાંચો: મંડે ટેસ્ટમાં પાસ થઈ 'પુષ્પા 2', અલ્લુ અર્જુનની ફિલ્મે 5મા દિવસે પણ કરી કરોડોની કમાણી
'ભૂત બંગલા' 2 એપ્રિલ, 2026ના રોજ રિલીઝ થવાની છે. અક્ષય કુમાર અને પ્રિયદર્શન 14 વર્ષ પછી ફરી એક સાથે કામ કરી રહ્યા છે, અગાઉ તેઓ 'હેરા ફેરી' અને 'ભૂલ ભુલૈયા' જેવી સફળ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.
અક્ષય કુમારે પોસ્ટર શેર કર્યું છે જેમાં ફિલ્મનીની રિલીઝ ડેટ લખેલી છે. તેની પોસ્ટમાં તેણે લખ્યું: "મારા મનપસંદ પ્રિયા દર્શન સાથે સેટ પર આવવા માટે ઉત્સાહિત છું. અમે આજે અમારી હોરર કોમેડી 'ભૂત બંગલા'નું શૂટિંગ શરૂ કરી રહ્યા છીએ. આ દર અને હસીનો ડબલ ડોઝ તમારા માટે રેડી થશે 02 એપ્રિલ 2026ના રોજ. ત્યાં સુધી તમારી શુભેચ્છાઓની જરૂર છે."






