Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : After the casting controversy, the shooting of Hindi 'Drishyam 3' will finally start

કાસ્ટિંગના વિવાદ બાદ આખરે 'Drishyam 3'નું શૂટિંગ શરુ થશે, આ એક્ટરે લીધું અક્ષય ખન્નાનું સ્થાન

Timeછેલ્લું અપડેટ : 30 Dec 2025
લાઇવ ટીવીGoogle News
કાસ્ટિંગના વિવાદ બાદ આખરે 'Drishyam 3'નું શૂટિંગ શરુ થશે, આ એક્ટરે લીધું અક્ષય ખન્નાનું સ્થાન
સોર્સ : GSTV

મુંબઈ : અનેક વિવાદો બાદ આખરે અજય દેવગણની હિન્દી 'દ્રશ્યમ થ્રી'નું  શૂટિંગ આગામી જાન્યુઆરીમાં શરુ થશે. ફિલ્મનાં શૂટિંગ માટે સમગ્ર કાસ્ટ ગોવા પહોંચશે. ત્યાં ફેબ્રુઆરીના અંત સુધી શૂટિંગ ચાલશે. 

App Store

હિન્દી 'દ્રશ્યમ થ્રી' કાસ્ટિંગમાં ફેરફારોને કારણે ભારે વિવાદમાં સપડાઈ છે. અક્ષય ખન્નાએ ફિલ્મનું શૂટિંગ શરુ થાય તે પહેલાં જ ફિલ્મ છોડી દેતાં તેનું સ્થાન જયદીપ અહલાવતે લીધું છે.  જોકે, સર્જકોના દાવા અનુસાર કાસ્ટિંગમાં છેલ્લી ઘડીએ ફેરફારો છતાં પણ  ફિલ્મનું શૂટિંગ સમયસર આટોપીને આગામી ઓક્ટોબરમાં રીલિઝ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. મલયાલમની સરખામણીએ હિન્દી 'દ્રશ્યમ થ્રી' ઓલરેડી મોડી પડી ચૂકી છે. મોહનલાલની મલયાલમ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ પણ થઈ ચૂક્યું છે .

અને તે હિન્દી વર્ઝન કરતાં લગભગ બે મહિના વહેલી રીલિઝ થશે તેવી ચર્ચા છે.